🔥 TRENDING नवादा के रजौली में महिला की मृत्यु पर... One dead as birthday celebration turns... Tribal Woman Loses Toes in Madurai Bus... Three dead, 24 injured as LPU student... Gadkari calls for road safety to be bu... Crime Branch Files Chargesheet in Frau...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટી અંતર્ગત અમરેલી જિલ્લાની વિવિધ કોલેજોમાં ચિત્ર સ્પર્ધા યોજાઈ

પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટી અંતર્ગત અમરેલી જિલ્લાની વિવિધ કોલેજોમાં ચિત્ર સ્પર્ધા યોજાઈ

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 06 Aug 2026, 08:52 AM 👁 68
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટી અંતર્ગત અમરેલી જિલ્લાની વિવિધ કોલેજોમાં ચિત્ર સ્પર્ધા યોજાઈ

વિદ્યાર્થીઓની કૃતિઓમાં દેશભક્તિ, રાષ્ટ્રગૌરવ અને સર્જનાત્મકતાના રંગો ઝળક્યા

અમરેલી,
રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વ-૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે આયોજિત પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટી અંતર્ગત અમરેલી જિલ્લાની વિવિધ સરકારી તથા અનુદાનિત કોલેજોમાં ચિત્ર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા, સ્વતંત્રતા સેનાનીઓના બલિદાન અને વિકસિત ભારત જેવા વિષયો પર આકર્ષક ચિત્રો તૈયાર કરી પોતાની સર્જનાત્મક અભિવ્યક્તિ રજૂ કરી હતી.

બગસરા ખાતે બી.વી. ધાણક કોલેજમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાબરા સ્થિત સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ દ્વારા 'દેશભક્તિ' વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

લીલીયા સ્થિત સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં સપ્તધારા પ્રકલ્પ અંતર્ગત રંગકલા કૌશલ્ય ધારા હેઠળ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્યશ્રી રાજેન્દ્રસિંહ રાઠોડની અધ્યક્ષતામાં ડૉ. પ્રકાશ પરમાર દ્વારા આયોજિત આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને સર્જનાત્મક અભિવ્યક્તિ માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. મહેશ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું.

બાપા સીતારામ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે 'રંગોત્સવ' ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે આચાર્યશ્રી જાગૃતિબહેન સેતા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. ચિત્ર સ્પર્ધાના નિર્ણાયક તરીકે શ્રી અરુણભાઈ દેશપાંડે અને શ્રીમતી વૈશાલીબહેન મહેતાએ ચિત્રોનું મૂલ્યાંકન કરી વિજેતાઓની પસંદગી કરી હતી. કાર્યક્રમના સંયોજક તરીકે શ્રી જાદવ રાહુલકુમારે જવાબદારી નિભાવી હતી.

અમરેલીની માતૃશ્રી મોંઘીબા મહિલા આર્ટ્સ કોલેજમાં વિવિધ સાત વિષયો પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. વિલાસબહેન સોરઠિયાના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી નિરૂપા ટાંક દ્વારા સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

વડિયા સ્થિત સરકારી આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં પણ ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. ડૉ. ગ્રિષ્મા ઠક્કર અને ડૉ. અશોક ખુમાણ દ્વારા વિદ્યાર્થીઓના ચિત્રોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં મિનાક્ષી ભાસ્કરે પ્રથમ, ધ્રુવ સેજુએ દ્વિતીય તેમજ ભૂમિકા ધામેચા અને પારસ બસિયાએ સંયુક્ત રીતે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

સાવરકુંડલા સ્થિત વી.ડી. ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજમાં આયોજિત ચિત્ર સ્પર્ધાનું સંચાલન ડૉ. પ્રતિમા શુક્લાએ કર્યું હતું. સ્પર્ધામાં દાણીધારિયા દિવ્યએ પ્રથમ, વિછીયા ઉપાસનાએ દ્વિતીય તથા ચૌહાણ જીજ્ઞાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

આમ, રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી પૂર્વે આયોજિત પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટી અંતર્ગત અમરેલી જિલ્લાની વિવિધ કોલેજોમાં યોજાયેલી ચિત્ર સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ દેશપ્રેમ, રાષ્ટ્રીય ગૌરવ અને સર્જનાત્મકતાના સુંદર રંગો ચિત્રોમાં ઉતારી સ્વતંત્રતા પર્વની ઉજવણીને વધુ અર્થપૂર્ણ બનાવી હતી.
📲Get App