🔥 TRENDING नवादा के रजौली में महिला की मृत्यु पर... One dead as birthday celebration turns... Tribal Woman Loses Toes in Madurai Bus... Three dead, 24 injured as LPU student... Gadkari calls for road safety to be bu... Crime Branch Files Chargesheet in Frau...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
શિક્ષણ

શિક્ષણ

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 05 Aug 2026, 11:00 PM 👁 87
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શિક્ષણ

વાય. એસ.આર્ટસ એન્ડ કે. એસ. શાહ કોમર્સ કોલેજ દેવગઢ બારિયા માં આરોગ્ય તપાસ કેમ્પ
વાય.એસ.આર્ટસ એન્ડ કે.એસ.શાહ કોમર્સ કોલેજ દેવગઢબારિયા ખાતે એન.સી.સી ,એન.એસ.એસ. અને સી. ડબ્લ્યુ.ડી.સી.ના સંયુક્ત ઉપક્રમે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ માટે આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન તારીખ 5/7/2026 ના રોજ કરવામાં આવ્યું.
આ કેમ્પ ની શરૂઆતમાં કોલેજના આચાર્યશ્રી ડૉ .એમ. એન.ગોહિલ સાહેબે વિદ્યાર્થીઓને આરોગ્યની નિયમિત તપાસ કરાવવાની તથા સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની પ્રેરણા આપી હતી.
આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા ગ્રામ્ય મેડિકલ ઓફિસર ડો.હાર્દિકભાઈ વ્યાસ,તાલુકા ટીબી સુપરવાઇઝર શ્રી ધીરજભાઈ પરમાર,ટી.બી હેલ્થ વિઝીટર ભુપતભાઈ બારીયા, એમ.પી.એચ.ડબલ્યુ ભરતભાઈ પરમાર, પ્રવીણભાઈ ગઢવી, દેવાંગભાઈ નાયક વગેરે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓની આરોગ્યલક્ષી સમસ્યાઓનું પ્રાથમિક સ્તરે નિદાન કર્યું હતું. આ કેમ્પમાં વિદ્યાર્થીઓના બ્લડ પ્રેશર, સુગર, સિકલ સેલ,બ્લડ ગ્રુપ એક્સ-રે વગેરે અંગેની તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પ દરમિયાન આશરે 153જેટલા વિદ્યાર્થીઓએ હાજર રહી આરોગ્યની તપાસ કરાવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એન.સી.સી.ના કોર્ડીનેટર ડૉ .કાળુભાઈ સરવૈયા એન.એસ.એસ. ના કોઓર્ડીનેટર ડૉ.અનિતાબેન પટેલ તથા સી.ડબલ્યુ.ડી.સી.ના કોર્ડીનેટર પુષ્પાબેન ગોઠડિયા દ્વારા વિદ્યાર્થીઓને આરોગ્ય અને સ્વચ્છતા અંગે જરૂરી માહિતી આપવામાં આવી હતી. કોલેજના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક મોટી સંખ્યામાં આરોગ્ય તપાસ કેમ્પમાં ભાગ લઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
📲Get App