🔥 TRENDING Cesc Initiates New Land Negotiations,... Supreme Court to receive three new jud... Senator Marco Rubio says US downplays... India Mobile Congress 2026 Highlights... ABVP protests at Kerala School Sports... Congress Leader Arrested in Amritsar O...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જિલ્લાની તમામ આઇ.ટી.આઈ ખાતે તા. ૦૭ ઓગસ્ટ થી ૧૪ ઓગસ્ટ સુધી પ્રવેશ પ્રક્રિયાનો ચોથો રાઉન્ડ શરૂ થશે*

જિલ્લાની તમામ આઇ.ટી.આઈ ખાતે તા. ૦૭ ઓગસ્ટ થી ૧૪ ઓગસ્ટ સુધી પ્રવેશ પ્રક્રિયાનો ચોથો રાઉન્ડ શરૂ થશે*

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 05 Aug 2026, 10:01 PM 👁 58
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*જિલ્લાની તમામ આઇ.ટી.આઈ ખાતે તા. ૦૭ ઓગસ્ટ થી ૧૪ ઓગસ્ટ સુધી પ્રવેશ પ્રક્રિયાનો ચોથો રાઉન્ડ શરૂ થશે*
*૦૦૦૦૦૦૦૦*
*અમરેલી તા.૦૫ ઓગસ્ટ,૨૦૨૬ -* અમરેલી જિલ્લાની તમામ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) ખાતે આગામી તા. ૦૭.૦૮.૨૦૨૬ થી તા.૧૪.૦૮.૨૦૨૬ સુધી પ્રવેશ પ્રક્રિયાના ચોથા રાઉન્ડનો પ્રારંભ થશે.

ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની અમરેલી જિલ્લાની તમામ સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઈડ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬ માટે ત્રીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, હવે ખાલી રહેલી બેઠકો માટે ચોથા રાઉન્ડનાં અરજી ફોર્મ ભરવા અંગેની પ્રવેશ પ્રક્રિયા તા. ૦૭.૦૮.૨૦૨૬થી વહેલા તે પહેલાના ધોરણે શરૂ થશે.

જે ઉમેદવારો ફોર્મ ભરવાનું ચૂકી ગયા હોય અથવા પ્રવેશ મળ્યો ન હોય, તે તમામ ઉમેદવારોએ નજીકની આઈ.ટી.આઈ. (ITI) નો રૂબરૂ સંપર્ક કરી વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મેળવી શકશે. અમરેલી જિલ્લાના તમામ ઉત્સુક અને લાયક ભાઈઓ-બહેનોને રોજગારલક્ષી ટેકનિકલ કોર્સીસમાં પ્રવેશ મેળવી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે આ ચોથા રાઉન્ડનો મહત્તમ લાભ લેવા અમરેલી જિલ્લા આઈ.ટી.આઈના નોડલ આચાર્ય દ્વારા એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
📲Get App