🔥 TRENDING Kareena Kapoor Praises Sister Mira Kap... Urvashi Rautela at Center of ₹7,000‑Cr... Urvashi Rautela’s Team Demands $730 Mi... Allu Arjun Celebrates Wife Allu Sneha... Rajkummar Rao Stars in 'Prahaar' Trail... Maniesh Paul to host IIFA 2027 in Abu...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
લુણાવાડા ખાતે નારી વંદન ઉત્સવ ની ઉજવણી
National

લુણાવાડા ખાતે નારી વંદન ઉત્સવ ની ઉજવણી

✍️ Reporter: Burhaan Sibhai 🗓 05 Aug 2026, 06:58 PM 👁 74
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજરોજ લુણાવાડામાં કિસાન માધ્યમિક વિદ્યાલય ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા નેતૃત્વ દિનની ઉજવણી મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબની ઉપસ્થિતિમાંકરવામાં આવી હતી મહિલા અને બાળ અધિકારીની કચેરી મહીસાગર તથા કિસાન માધ્યમિક વિદ્યાલય ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમનો હેતુ બાલિકાઓમાં નેતૃત્વ શિસ્ત અને નિડરતા ના ગુણો કેળવવા માટેનો હતો કાર્યક્રમમાં મહિલા સામાજિક કાર્યકર સોનલબેન પંડ્યા દ્વારા પોતાના ઉદબોધનમાં દીકરીઓની પોતાના અધિકારો અંગે જાગૃત થવા સમાજ માં આગળ આવવા અને આત્મા નિર્ભર બનવા માટે ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમના મુખ્ય અતિથિ અને મહિસાગર જિલ્લાના યુવાન અને બાહોશ પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી અને મોટીવેશનલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જેઓએ દીકરીઓને નિડરતા અને નેતૃત્વના ગુણો કેળવવા માટેના ઉપયોગી સૂચનો આપ્યા હતા કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓને કીટ આપવામાં આવી હતી અને શાળામાં જાહેર પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું
📲Get App