🔥 TRENDING 4 CISF Personnel Killed in Shooting In... Massive Fire Engulfs 200-Year-Old Kode... CBI Arrests Nirav Modi Aide Sandeep Mi... Butcher Accused of Killing Andhra Woma... Three Arrested in Minor Kidnapping-Mur... Singer Jubin Nautiyal Welcomes First C...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નર્મદાનું ગૌરવ : રાષ્ટ્રપતિ ભવનના 'એટ હોમ' સમારોહમાં જિલ્લાના બે પ્રતિભાશાળી નાગરિકોને આમંત્રણ
National

નર્મદાનું ગૌરવ : રાષ્ટ્રપતિ ભવનના 'એટ હોમ' સમારોહમાં જિલ્લાના બે પ્રતિભાશાળી નાગરિકોને આમંત્રણ

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 05 Aug 2026, 05:28 PM 👁 61
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લા માટે ગૌરવના સમાચાર સામે આવ્યા છે.
દેશની રાજધાની નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે તા. 15 ઓગસ્ટ, 2026ના રોજ યોજાનારા પ્રતિષ્ઠિત 'એટ હોમ' સમારોહ માટે નર્મદા જિલ્લાના બે પ્રતિભાશાળી નાગરિકોને આમંત્રણ મળ્યું છે.
આ સમારોહમાં દેશભરમાં વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનાર મહાનુભાવો અને વિશિષ્ટ આમંત્રિતો ઉપસ્થિત રહેવાના છે.
સાગબારા તાલુકાના પાંચ પીપરી ગામના શ્રીમતી ઉષાબેન વસાવાને મહિલા સશક્તિકરણ, પ્રાકૃતિક ખેતી અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે કરેલી નોંધપાત્ર કામગીરી બદલ તેમજ રાજપીપળાના શ્રી વિશાલભાઈ તડવીને પશુપાલન ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓ બદલ આ વિશેષ સન્માન પ્રાપ્ત થયું છે.
નર્મદાના આ બંને પ્રતિભાશાળી નાગરિકોને મળેલું આમંત્રણ સમગ્ર જિલ્લા માટે ગૌરવની બાબત છે અને તેમના કાર્યને મળેલી આ રાષ્ટ્રીય માન્યતા અનેક લોકો માટે પ્રેરણારૂપ બનશે.
📲Get App