🔥 TRENDING Actress Rakul Preet Singh calls IT rai... DRISHYAM THE CONCLUSION Sets New Bench... Arijit Singh to Launch 2027 India Tour... Anuv Jain: Rising Indian Singer Shares... Arijit Singh Announces India Tour to C... Karnataka Form 7 Row Sparks Concern, R...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સમસ્ત જાળિયા ગામ દ્વારા ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાનું સન્માન કરવામાં આવ્યું
Local

સમસ્ત જાળિયા ગામ દ્વારા ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાનું સન્માન કરવામાં આવ્યું

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 04 Aug 2026, 07:20 PM 👁 78
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સમસ્ત જાળિયા ગામ દ્વારા ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાનું સન્માન કરવામાં આવ્યું

જળસંચયના ભગીરથ કાર્યને પાર પાડવા બદલ મંત્રીશ્રીને બિરદાવતા જાળિયાવાસીઓ

ઉનાળા દરમિયાન ૬૦૦ કલાક સુધી જાળિયા તળાવ ઉંડુ કરવાની કામગીરી કરવામાં આવી

અમરેલી -
ગ્રામ ચેતનાના કેન્દ્રબિંદુ સમાન જાળિયા ગામ દ્વારા અમરેલી-વડિયા-કુંકાવાવના ઊર્જાવાન ધારાસભ્યશ્રી અને રાજ્યના ઊર્જા-કાયદો-ન્યાય સહિતના વિભાગના રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. ઉનાળા દરમિયાન મુખ્યમંત્રીશ્રીના હસ્તે શરૂ થયેલી જળસિંચન કામગીરીમાં જાળિયા ગામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ શ્રેણીમાં ગામમાં ૬૦૦ કલાક હિટાચી મશીનની મદદથી તળાવ ઉંડુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ચોમાસાના પ્રારંભે નવા નીર આવતા હરખભેર ગ્રામજનો સાથે મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા.

આ શુભકાર્યને બિરદાવવા માટે સમસ્ત જાળિયા ગા દ્વારા ગત તા. ૦૨ ઓગસ્ટના રોજ મંત્રીશ્રીનો સન્માન સમારોહ યોજાયો હતો. આ સમારોહને સંબોધતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જળ સંચય થકી ખેડૂતોની આવકમાં વધારો થશે અને ગામડાનો વિકાસ થશે. ગામડાનો વિકાસ થતા ગામડાઓ લુપ્ત થતા બચશે. મતવિસ્તારનો વિકાસ એ જન પ્રતિનિધિની ફરજ છે અને એ જ ફરજના ભાગરૂપે અમરેલી જિલ્લાના વિકાસ માટે અનેકકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. અમરેલીને નવી સ્માર્ટ જીઆઈડીસીની ભેટ, નવો રાધેશ્યામ-માચિયાળા બાયપાસ, સ્પોર્ટ્સ સંકુલ જેવા અદ્યતન વિકાસકાર્યોને પ્રાધાન્ય આપી વિકાસની કેડીમાં અમરેલીએ ઝડપભેર પ્રગતિ કરી છે.

આ પ્રસંગે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ પ્રાગજીભાઈ હીરપરાએ જળસંચયના મહત્ત્વ અંગે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ખેડૂત પાણીની કિંમત સમજે છે. ખેડૂત જનપ્રતિનિધિ હોય ત્યારે ખેડૂતોના હિતમાં સદાય નિર્ણયો લેવામાં આવતા હોય છે. આ પ્રસંગે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મંત્રીશ્રી પી.વી. વસાણીએ પણ પ્રાસંગિક ઉદ્ધોધન કર્યુ હતું.

કાર્યક્રમના પ્રારંભે તમામ જ્ઞાતિઓ દ્વારા મંત્રીશ્રીનું શાલ ઓઢા઼ડી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે અમરેલી તાલુકાના પંચાયતના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષશ્રી સંદિપભાઈ સોલંકી દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. જળ સંચય સમિતિ જાળિયા વતી ઉમદા કામગીરી કરનારા શ્રી બ્રિજેશભાઈ ગોંડલીયા, શ્રી વિજય ભાઈ નાકરાણી, શ્રી યાજ્ઞિકભાઈ નાકરાણીનું મંત્રીશ્રીના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્યશ્રી આશિષભાઈ અકબરી, તાલુકા પંચાયતના સભ્યશ્રી આશિષભાઈ દેવમુરારી, તાલુકા ભાજપ પ્રમુખશ્રી મધુભાઈ હરખાણી, જંગરના સરપંચશ્રી વિપૂલભાઈ વસાણી, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યશ્રી શંભુભાઈ મહિડા, શ્રી નિકુંજભાઈ માંડણકા, જાળિયાના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી અશ્વિનભાઈએ કર્યુ હતું.
📲Get App