🔥 ट्रेंडिंग सलमान खान की जेल में रहने की इच्छा कीर्ति सुरेश 41 घंटे की शिफ्ट पर डी वाई पाटिल का 92 वर्ष की आयु में निध... डी वाई पाटिल का 90 वर्ष की आयु में निध... हिमाचल राज्यपाल ने पर्यावरण संरक्षण के... भाजपा को हिमाचल प्रदेश में बहुमत की उम...
04 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામ સહિત વરસાદગ્રસ્ત વિસ્તારો માટે ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, વિશેષ રાહત પેકેજની માંગ
स्थानीय

વિરમગામ સહિત વરસાદગ્રસ્ત વિસ્તારો માટે ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, વિશેષ રાહત પેકેજની માંગ

✍️ रिपोर्टर: Jignesh chavda 🗓 04 अग. 2026, 04:44 PM 👁 19
વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા વિસ્તારમાં અતિભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને કારણે થયેલા વ્યાપક નુકસાનને ધ્યાનમાં રાખી વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે.
ધારાસભ્યએ અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોના પાક અને જમીનના નુકસાનનું વળતર, નાના વેપારીઓ અને દૈનિક રોજગાર ધરાવતા લોકોને આર્થિક સહાય, પૂર બાદ આરોગ્ય અને સ્વચ્છતાની ખાસ વ્યવસ્થા તેમજ રસ્તા, વીજળી અને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓ યુદ્ધના ધોરણે પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે.
પત્રમાં જણાવ્યા મુજબ ભારે વરસાદથી અનેક ગામોમાં ઘરો, દુકાનો, ખેતીની જમીન અને જાહેર મિલકતોને નુકસાન પહોંચ્યું છે, જેના કારણે ખેડૂતો, પશુપાલકો, નાના વેપારીઓ અને શ્રમિક વર્ગ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ધારાસભ્યએ સરકારને અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત મળે તે માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની અપીલ કરી છે. અસરગ્રસ્ત વિસ્તારોનો તાત્કાલિક સર્વે અને વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે.
📲Get App