🔥 TRENDING Times of India Releases Weekly Stock P... Searches for 2027 Uttar Pradesh Assemb... The Tribune Highlights User Search for... বন্ধ হতে চলেছে আরও একটি দুর্গাপূজা Sudha Chandran Highlights Pay Gap in E... Netflix Appoints New Vice President of...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામ માં વરસાદ ગયો પણ વિપદા યથાવત
Local

વિરમગામ માં વરસાદ ગયો પણ વિપદા યથાવત

✍️ Reporter: Chavda Jignesh 🗓 04 Aug 2026, 12:02 PM 👁 81
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ વોર્ડ નં. 2 હેઠળ આવેલા કુંવરકવા પાર્ક સોસાયટી, જનતાનગર, ઉજ્જની ચાલી, જુની મિલની ચાલી, ઠક્કરબાપા કોલોની અને નુરી સોસાયટી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને પંદર દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં વરસાદી પાણીનો નિકાલ થયો નથી.
રસ્તાઓ અને આંતરિક વિસ્તારોમાં પાણી ભરાયેલા હોવાથી સ્થાનિક રહિશોને રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લાંબા સમયથી પાણી ભરાયેલા રહેવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગચાળાનો ભય પણ વધ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. રહિશોએ તાત્કાલિક પાણીનો નિકાલ કરી સ્વચ્છતા જાળવવા અને લોકોને રાહત આપવા નગરપાલિકાને માંગ કરી છે.
📲Get App