🔥 TRENDING Times of India Releases Weekly Stock P... Searches for 2027 Uttar Pradesh Assemb... The Tribune Highlights User Search for... বন্ধ হতে চলেছে আরও একটি দুর্গাপূজা Sudha Chandran Highlights Pay Gap in E... Netflix Appoints New Vice President of...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજસ્થાન રાજયમાંથી ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરીમાં ઈડર પો.સ્ટે. વિસ્તારમાં સ્વીફટ ગાડીમાં
Crime

રાજસ્થાન રાજયમાંથી ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરીમાં ઈડર પો.સ્ટે. વિસ્તારમાં સ્વીફટ ગાડીમાં

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 04 Aug 2026, 10:34 AM 👁 67
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજસ્થાન રાજયમાંથી ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરીમાં ઈડર પો.સ્ટે. વિસ્તારમાં સ્વીફટ ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૧૪૧૬ કિ.રૂ. ૬,૧૦,૯૮૦/-સાથે મળી કુલ કિ.રૂ.૧૧,૧૦,૯૮૦/-ના મુદ્દામાલ સાથે પકડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ (IPS) સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડૉ પાર્થરાજસિંહ ગોહીલ (IPS) સાહેબ, સાબરકાંઠા નાઓએ અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો જુદીજુદી તરકીબો કરી દારૂની ગેરકાયદેસર હેરાફેરીની પ્રવૃતી કરતા હોય આવા ઇસમોની પ્રવૃતિ અટકાવી નેસ્તનાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના આપવામાં આવેલ જે આધારે પો.ઈન્સ. શ્રી ડી.સી.સાકરીયા એલ.સી.બી. નાઓ ધ્વારા દારુની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી કેસો શોધી કાઢવા સારુ એલ.સી.બી સ્ટાફના માણસોની ટીમ બનાવેલ.

ઉપરોકત ટીમના માણસો તા.૦૩/૦૮/૨૦૨૬ નારોજ ઈડર પો.સ્ટે.વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા, આ દરમ્યાન આધારે પો.ઈન્સ. શ્રી ડી.સી.સાકરીયા એલ.સી.બી.બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની મારૂતી સ્વીફટ ગાડી નંબર-GJ-18-BD-5797 માં એક ઇસમ રાજસ્થાનથી ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો ભરી લઇ અમદાવાદ જનાર છે.” તેવી ચોક્કસ બાતમી હકિકત આધારે કુકડીયા રોડ ઉપર સિનેમા નજીક બાતમીવાળી ગાડીની વોચ નાકાબંધીમાં ઉભા હોય તે દરમ્યાન બડોલી તરફથી બાતમી હકીકતવાળી GJ-18-BD-5797 નંબરની સ્વીફટ ગાડી આવતા હાથનો ઈશારો કરી વાહન ઉભુ રાખવા જણાવતાં સદર ગાડીના ચાલકે પોતાનું વાહન ઉભુ રખેલ નહી અને વાહન લઇને ભાગવાનો પ્રયત્ન કરતાં નાકાબંધીમાં હાજર પોલીસ સ્ટાફના માણસો દ્વારા પોતાની પાસેની લાકડીઓ દ્વારા બળપ્રયોગ કરી વાહનનો આગળનો મેઇન કાચ તોડી નાખતાં સદર વાહનના ચાલકે પોતાનું વાહન કુકડીયા ગામ તરફ ભગાડતાં થોડા આગળ જઈ ચાલક તથા તેની બાજુમાં બેસેલ ઇસમ બન્ને જણા ગાડીમાંથી ઉતરી નજીકમાં આવેલ ખેતરોમાં ભાગી ગયેલ. સદરી ગાડી માં તપાસ કરતા ગાડીની ડેકી તેમજ સીટ માં પુઠાના બોક્સમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ હોઈ, જે નાની-મોટી બોટલ નંગ-૧૪૧૬ કિ.રૂ.૬,૧૦,૯૮૦/- તેમજ મારૂતી સ્વીફટ ગાડી નંબર- GJ-18-BD-5797ની કિ.રૂ.૫,૦૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૧૧,૧૦,૯૮૦/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરી આરોપીઓ વિરુધ્ધ ઈડર પોલીસ સ્ટેશન માં ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૦૨૬૧૦૮૬/૨૦૨૬ ધી ગુજરાત પ્રોહિ એકટ કલમ ૬પએઇ, ૮૧ મુજબ ગુન્હો રજીસ્ટર કરી ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

કબ્જે કરેલ મુદ્દામાલ :-

નાની-મોટી બોટલ નંગ-૧૪૧૬

ડિ.૩.૧,૧૦,૮८०/-

મારુતી સ્વીફટ ગાડી

ડી.૩.૫,૦૦,૦૦૦/-

મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા

કુલ ડિ.૩.११,१०,७८०/-

-6518805797

કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારી

પો.ઇન્સ. શ્રી ડી.સી.સાકરીયા

પો.સ.ઈ. શ્રી આર.કે.જોષી

અ.હે.કો. ચિરાગભાઈ ભીખાભાઈ

અ.હે.કો. જસુભાઇ બાબુભાઇ

આ.હે.કો. રાજેન્દ્રસિંહ ખુમાનસિંહ

આ.પો.કો. કનકસિહ દિલીપસિંહ

અ.પો.કો પ્રહર્ષકુમાર કનુભાઈ

આ.પો.કો. રાજેન્દ્રકુમાર શંભુભાઇ

પો.કો નરેન્દ્રસિંહ નારસિંહ

(ડી.સી.સાકરીયા)

પોલીસ ઇન્સ્પેક્ટર

લોકલ ક્રાઇમ બ્રાન્ચ

સાબરકાંઠા
📲Get App