🔥 TRENDING IMD Issues Orange Alert Army Soldier Killed in J&K J&K's Owais Yaqoob Wins BRAVE CF 107 J&K Schools Lack Smart Classrooms JGP Jewellers Reaches 25 Stores Arunachal Pradesh Govt Accused of Non-...
04 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પૂર્વે બગસરામાં સઘન સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ
Local

૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પૂર્વે બગસરામાં સઘન સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 03 Aug 2026, 09:54 PM 👁 8
૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પૂર્વે બગસરામાં સઘન સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ

અમરેલી તા.૩ ઓગસ્ટ, ૨૦૨૬ -
Bb અમરેલીના આંગણે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થવાની છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રિ-ઇન્ડિપેન્ડન્સ એક્ટિવિટી અંતર્ગત જિલ્લાભરમાં "સ્વચ્છતા અભિયાન" હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનના અનુસંધાને બગસરા નગરપાલિકા વિસ્તારમાં સઘન સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ હતી.

આ અભિયાન અંતર્ગત બગસરા શહેરની મુખ્ય બજારોમાં સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ હતી. શહેરને સ્વચ્છ, સુંદર અને સુવ્યવસ્થિત બનાવવા હાથ ધરાયેલી આ કામગીરીમાં નગરપાલિકાએ સક્રિય ભાગ ભજવ્યો હતો.
📲Get App