🔥 TRENDING J&K Govt Transfers Officers Colvale Jail Assistant Jailor Ends Lif... JGP Jewellers Reaches 25 Stores Kala Academy Repairs Halted Kanwar Yatra: 17 Namo Bharat Stations... Meghalaya Traders Warned
04 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પૂર્વે ધારીમાં સઘન સ્વચ્છતા ઝુંબેશ
Local

૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પૂર્વે ધારીમાં સઘન સ્વચ્છતા ઝુંબેશ

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 03 Aug 2026, 09:47 PM 👁 11
૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પૂર્વે ધારીમાં સઘન સ્વચ્છતા ઝુંબેશ

અમરેલી તા.૩ ઓગસ્ટ, ૨૦૨૬ -
અમરેલીના આંગણે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થવાની છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રિ-ઇન્ડિપેન્ડન્સ એક્ટિવિટી અંતર્ગત જિલ્લાભરમાં "સ્વચ્છતા અભિયાન" હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનના અનુસંધાને ધારી નગરપાલિકા વિસ્તારમાં સઘન સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ હતી.

આ અભિયાન અંતર્ગત ધારી શહેરના યોગીચોક, અમરેલી રોડ, વિવિધ મુખ્ય બજારો તેમજ અન્ય જાહેર સ્થળોએ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરને સ્વચ્છ, સુંદર અને સુવ્યવસ્થિત બનાવવા હાથ ધરાયેલી આ કામગીરીમાં નગરપાલિકાએ સક્રિય ભાગ ભજવ્યો હતો.
📲Get App