🔥 TRENDING गढ़मुक्तेश्वर में औद्योगिक गलियारे की... ਬਸ ਪੁੱਲ ਤੋਂ ਥੱਲੇ ਡਿੱਗੀ: ਇੱਕ ਕੁੜੀ ਦੀ ਮੌ... कुसमी जनपद पंचायत अंतर्गत ग्राम पंचायत... भारत में महंगाई तेज़ी से बढ़ रही है: व... J&K High Court Srinagar Wing Offers NP... Excise officials seize 123 liquor bott...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જેતપુરના નાગરિકે ઈલીયાસભાઈએ રુપિયા ભરેલું પાકીટ પોલીસના સહયોગથી મૂળ માલિકને સોંપ્યું
Local

જેતપુરના નાગરિકે ઈલીયાસભાઈએ રુપિયા ભરેલું પાકીટ પોલીસના સહયોગથી મૂળ માલિકને સોંપ્યું

✍️ Reporter: Chauhan sanjaybhai 🗓 04 Jul 2026, 12:51 PM 👁 125
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઈમાનદારી હજુ જીવંત છે!

જેતપુરમાંથી એક દિલ જીતી લેનારો કિસ્સો સામે આવ્યો છે, જે સાબિત કરે છે કે સમાજમાં આજે પણ પ્રમાણિકતા અને માનવતા જીવંત છે. જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જાગૃત નાગરિકની ઈમાનદારી અને પોલીસની ત્વરિત કામગીરીને કારણે એક વેપારીના ગુમ થયેલા ૫૦,૦૦૦ રૂપિયા હેમખેમ પરત મળી ગયા
જેતપુરના નાના ચોક વિસ્તારના રહેવાસી એવા એક જાગૃત અને પ્રમાણિક નાગરિક ઈલીયાસભાઈ વલીભાઈ કાથરોટીયાને આ રૂપિયા મળ્યા હતા. તેમણે સહેજ પણ લોભ રાખ્યા વિના તાત્કાલિક જેતપુર સીટી પોલીસ સ્ટેશને જઈ આ પૂરેપૂરી રકમ પોલીસને સોંપી દીધી હતી.
જેતપુર સીટી પોલીસે તાત્કાલિક મૂળ માલિક ચેતનભાઈ સોલંકીને પોલીસ સ્ટેશન બોલાવી, કાયદેસરની કાર્યવાહી કરી તેમના ₹૫૦,૦૦૦ પૂરેપૂરા પરત સોંપ્યા હતા. પોતાના ગુમ થયેલા નાણાં પાછા મળતા જ ચેતનભાઈના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને તેમણે ઈલીયાસભાઈ તેમજ જેતપુર પોલીસનો દિલથી આભાર માન્યો હતો.
કામગીરી કરનાર ટીમ:
આ પ્રશંસનીય કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી.પરમાર, હેડ કોન્સ્ટેબલ સાગરભાઈ મકવાણા, પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ જાડેજા, લખુભા રાઠોડ, પ્રદિપભાઈ આગરીયા, મીરલભાઈ ચંદ્રવાડીયા, અમીતભાઈ સિધ્ધપરા અને નાગરિક ઈલીયાસભાઈ કાથરોટીયા જોડાયા હતા.
જેતપુર સીટી પોલીસ દ્વારા જનતાને એક અપીલ કરવામાં આવી છે કે, ક્યારેય પણ કોઈ કિંમતી સામાન કે રોકડ રકમ મળી આવે તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી મૂળ માલિક સુધી પહોંચાડવામાં મદદરૂપ બનો.
📲Get App