🔥 TRENDING Times of India Releases Weekly Stock P... Searches for 2027 Uttar Pradesh Assemb... The Tribune Highlights User Search for... বন্ধ হতে চলেছে আরও একটি দুর্গাপূজা Sudha Chandran Highlights Pay Gap in E... Netflix Appoints New Vice President of...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાંતલપુર તાલુકા ના  બાબરા પાટીયા પાસે નિલગાયને બચાવવા જતાં બાજરી ભરેલો ટ્રક પલ્ટી ખાયો, ડ્રાઈવરનો આબાદ બચાવ સાંતલપુર તાલુકાના બાબરા પાટીયા નજીક કંડલા–નેલ્સન હાઈવે નંબર સત્યાવીશ પર આજે એક ટ્રક દુર્ઘટનાગ્રસ્ત બન્યો હતો.
Local

સાંતલપુર તાલુકા ના બાબરા પાટીયા પાસે નિલગાયને બચાવવા જતાં બાજરી ભરેલો ટ્રક પલ્ટી ખાયો, ડ્રાઈવરનો આબાદ બચાવ સાંતલપુર તાલુકાના બાબરા પાટીયા નજીક કંડલા–નેલ્સન હાઈવે નંબર સત્યાવીશ પર આજે એક ટ્રક દુર્ઘટનાગ્રસ્ત બન્યો હતો.

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 03 Aug 2026, 02:14 PM 👁 93
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુર તાલુકા ના
બાબરા પાટીયા પાસે નિલગાયને બચાવવા જતાં બાજરી ભરેલો ટ્રક પલ્ટી ખાયો, ડ્રાઈવરનો આબાદ બચાવ
સાંતલપુર તાલુકાના બાબરા પાટીયા નજીક કંડલા–નેલ્સન હાઈવે નંબર સત્યાવીશ પર આજે એક ટ્રક દુર્ઘટનાગ્રસ્ત બન્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ રાજસ્થાનથી બાજરી ભરીને ભુજ તરફ અનલોડિંગ માટે જતો ટ્રક અચાનક રસ્તા પર આવેલી નિલગાયને બચાવવાનો પ્રયાસ કરતાં પલ્ટી ખાઈ ગયો.
સદનસીબે આ દુર્ઘટનામાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે. ઘટનાની જાણ થતાં જ સાંતલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને ઘટનાની જરૂરી માહિતી મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ટ્રક પલ્ટી ખાઈ જતાં તેમાં ભરેલો માલ અન્ય વાહનમાં સ્થળાંતર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન અન્ય ટ્રક ચાલકોએ પણ મદદરૂપ બની માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
📲Get App