🔥 TRENDING સુરતમાં કડોદરા રોડની શ્યામ સંગિની ટેક્... સુરત શહેરના રાંદેર વિસ્તારમાં ગણેશોત્સ... Delhi University Election: ABVP Wins P... ABVP clinches three DUSU posts as inde... Farmers Protesters Burn Government Pup... Delhi CM Rekha Gupta Welcomed by Hundr...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાંતલપુરમાં ટ્રક પલ્ટી, નિલગાયને બચાવવાનો પ્રયાસ કરતો ડ્રાઈવર સુરક્ષિત

✍️ Reporter: Makrani ikbal 🗓 03 Aug 2026, 06:54 PM 👁 52
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાંતલપુર તાલુકાના બાબરા પાટીયા નજીક એક ટ્રક પલ્ટી ખાઈ ગયો, જેમાં ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે.

સાંતલપુર તાલુકાના બાબરા પાટીયા નજીક કંડલા–નેલ્સન હાઈવે-27 પર આજે એક ટ્રક દુર્ઘટનાગ્રસ્ત બન્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, રાજસ્થાનથી બાજરી ભરીને ભુજ તરફ અનલોડિંગ માટે જતો ટ્રક અચાનક રસ્તા પર આવેલી નિલગાયને બચાવવાનો પ્રયાસ કરતાં પલ્ટી ખાઈ ગયો.

સદનસીબે, આ દુર્ઘટનામાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે. ઘટનાની જાણ થતાં જ સાંતલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને ઘટનાની જરૂરી માહિતી મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ટ્રક પલ્ટી ખાઈ જતાં તેમાં ભરેલો માલ અન્ય વાહનમાં સ્થળાંતર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન, અન્ય ટ્રક ચાલકોએ પણ મદદરૂપ બની માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

વરસાદી મોસમ દરમિયાન, રસ્તાની સાઇડની જમીન પોચી થઈ જતી હોવાથી ભારે વાહનો સાઇડ પર ઉતરતાં આવી દુર્ઘટનાઓ સર્જાવાની શક્યતા વધી જાય છે. તમામ વાહનચાલકોને વરસાદી મોસમમાં ખાસ સાવચેતી રાખવા, નિયંત્રિત ગતિએ વાહન ચલાવવા અને દરેક નિર્ણય લેતાં પોતાના તથા પોતાના પરિવારની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપવા અપીલ કરવામાં આવે છે.
📲Get App