🔥 TRENDING દેવગઢ બારિયા: રૂવાબારી મુવાડા ગામના કુ... રાધનપુરમાંથી રૂ.6.22 લાખના મુદ્દામાલ સ... વડોદરા: તરસાલી-સોમનાથ રોડ પર ડામર પીગળ... J&K CM Urges Bharat Ratna for CEC Afte... West Bengal Doctors Protest Over Alleg... Vigilance Bureau raids residence of Bi...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધોરાજી: ૨ કલાકમાં ૮ ઇંચ વરસાદ ખાબકતા છાડવાવદર બેટમાં ફેરવાયું, રસ્તાઓ બંધ
Weather

ધોરાજી: ૨ કલાકમાં ૮ ઇંચ વરસાદ ખાબકતા છાડવાવદર બેટમાં ફેરવાયું, રસ્તાઓ બંધ

✍️ Reporter: Chauhan sanjaybhai 🗓 03 Jul 2026, 07:40 PM 👁 114
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ધોરાજી તાલુકા ના છાડવાવદર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે. ૨ કલાકમાં પડેલા ૮ ઇંચ વરસાદને કારણે ચારેય તરફ પાણી જ પાણી ફરી વળ્યા છે. ગામના રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે અને ઘરો તેમજ ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. આ અતિભારે વરસાદના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે અને લોકો જ્યાંના ત્યાં જ ફસાઈ ગયા છે.
સ્થાનિક પરિસ્થિતિ: ગામના નીચાણવાળા વિસ્તારો સંપર્કવિહોણા બન્યા છે. નદી-નાળાઓ ઉભરાઈ જવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હાલ ગ્રામજનો પણ પાણીના ધસમસતા પ્રવાહને જોઈને ચિંતામાં મુકાયા છે.
📲Get App