🔥 TRENDING Uttarakhand to Deploy First Glacial La... Delhi Resident Calls Police Over Appar... Delhi University students intensify wo... CAQM Revises GRAP Rules, Tightens Delh... ED raids 14 sites in Chandigarh, Mohal... India's 48 Asian Games 2026 Medals Com...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ડભોઈના ઐતિહાસિક તેનતળાવમાં પાણી ભરાતા લોકોમાં ખુશી
National

ડભોઈના ઐતિહાસિક તેનતળાવમાં પાણી ભરાતા લોકોમાં ખુશી

✍️ Reporter: Dhobi Dharmendrkumar 🗓 02 Aug 2026, 05:54 PM 👁 113
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ડભોઈ તાલુકાના તેનતળાવમાં લાંબા સમય બાદ પાણી ભરાતા સ્થાનિક લોકોમાં આનંદ જોવા મળ્યો છે.

ડભોઈ તાલુકાના ઐતિહાસિક તેનાબાઈની યાદમાં બનેલ તેનતળાવમાં ધણા સમય બાદ પાણી ભરાતા લોકોમાં ખુશી જોવા મળી છે. તળાવનું ઐતિહાસિક મહત્વ છે અને સરકાર દ્વારા તળાવના નવીનીકરણની કામગીરી થવાની છે.

ડભોઈ-ચાંણોદ માર્ગ પર આવેલ આ તળાવમાં પાણી આવતા સ્થાનિક લોકોમાં આનંદ છવાયો છે. તળાવની રચના એવી છે કે તેમાં પાણી આવે અને એક લેવલ બાદ પાણી નિકળી જાય, જેથી લેવલ જળવાઈ રહે. પરંતુ પુરાતત્વ વિભાગ દ્વારા કાળજી ન લેવાતા તળાવમાં લાંબા સમયથી પાણી ભરાતું ન હતું.

છેલ્લા ચોવીસ કલાકમાં થયેલા વરસાદને કારણે તળાવમાં પાણી ભરાયું છે. લોકો આ પ્રસંગે ખુશ છે અને તળાવની જાળવણી માટે પુરાતત્વ વિભાગની કાળજી લેવાની જરૂરિયાત જણાવી છે.
📲Get App