🔥 TRENDING Times of India Releases Weekly Stock P... Searches for 2027 Uttar Pradesh Assemb... The Tribune Highlights User Search for... বন্ধ হতে চলেছে আরও একটি দুর্গাপূজা Sudha Chandran Highlights Pay Gap in E... Netflix Appoints New Vice President of...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
*વડીયા - કુંકાવાવ તાલુકાના  વડીયા, બરવાળા બાવળ, બાટવા દેવળી, ઢૂંઢિયા પીપળીયા, ખાન ખીજડીયા, મોરવાડા, ખજુરી ખાતે નવા નીરના વધામણા કરતા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા*

*વડીયા - કુંકાવાવ તાલુકાના વડીયા, બરવાળા બાવળ, બાટવા દેવળી, ઢૂંઢિયા પીપળીયા, ખાન ખીજડીયા, મોરવાડા, ખજુરી ખાતે નવા નીરના વધામણા કરતા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા*

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 02 Aug 2026, 04:17 PM 👁 82
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*જળસિંચનની દિશામાં અમરેલી જિલ્લામાં ઐતિહાસિક પહેલ સાકાર*

*વડીયા - કુંકાવાવ તાલુકાના વડીયા, બરવાળા બાવળ, બાટવા દેવળી, ઢૂંઢિયા પીપળીયા, ખાન ખીજડીયા, મોરવાડા, ખજુરી ખાતે નવા નીરના વધામણા કરતા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા*

*વડીયામાં "એક પેડ માં કે નામ" અભિયાન હેઠળ ૨,૦૦૦ વૃક્ષો વાવવાનું આયોજન*

"પાણીનો સંગ્રહ વધ્યો એટલે ખેડૂતોનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બનશે" : રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા

*અમરેલી, તા. ૩૧ જુલાઈ,૨૦૨૬ -*
રાજ્ય સરકાર દ્વારા અમરેલી, વડિયા અને કુંકાવાવ તાલુકાના ૧૧૫ ગામોના તળાવો ઊંડા કરવાની હાથ ધરાયેલી અભૂતપૂર્વ જળસંચય પહેલના પરિણામે વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ થતાં અનેક તળાવો નવા નીરથી છલકાઈ ઊઠ્યા છે. આ અવસરે રાજ્યના કાયદા અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ બરવાળા બાવળ, બાંટવા દેવળી, વડિયા, ઢૂંઢિયા પીપળીયા, ખાન ખીજડીયા, મોરવાડા અને ખજૂરી ગામોની મુલાકાત લઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રતિનિધિઓ અને ગ્રામજનો સાથે નવા નીરના વધામણા કર્યા હતા.

આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા અમરેલી, વડિયા અને કુંકાવાવ તાલુકાના ૧૧૫ ગામોના તળાવો ઊંડા કરવા માટે ગામદીઠ ૬૦૦ કલાક હિટાચી મશીનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના પરિણામે વરસાદી પાણીનો સંગ્રહ વધ્યો છે, ભૂગર્ભ જળસ્તરમાં વધારો થશે અને ગામનું પાણી ગામમાં જ સંગ્રહિત રહેવાની વ્યવસ્થા ઉભી થઈ છે. આ પહેલથી ખેડૂતોને વર્ષભર સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ બનવાની સાથે સમગ્ર જીવસૃષ્ટિને પણ તેનો લાભ મળશે.

રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, "રાજ્ય સરકારની દૂરંદેશી યોજનાના પરિણામે આજે તળાવો નવા નીરથી છલકાઈ રહ્યા છે. પાણીનો સંગ્રહ વધવાથી ખેડૂતોને વર્ષભર ખેતી માટે પૂરતું પાણી મળશે, ભૂગર્ભ જળસ્તર ઊંચું આવશે અને સમગ્ર જીવસૃષ્ટિ માટે પણ આ પાણી જીવનદાયી બનશે."

વડીયામાં 'એક પેડ માં કે નામ' અભિયાનને મળશે વેગ

રાજ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, જળવાયુ પરિવર્તનની અસરોને પહોંચી વળવા વૃક્ષારોપણ અત્યંત જરૂરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પહેલ 'એક પેડ માં કે નામ' અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લામાં ૫૧,૦૦૦ વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ અભિયાનને વધુ વેગ આપવા માટે વડીયા ખાતે ૨,૦૦૦ વૃક્ષોના વાવેતર માટે સ્થળ પણ નિશ્ચિત કરવામાં આવ્યું છે.

રાજ્યમંત્રીશ્રીએ અમરેલી જિલ્લાના વિકાસકાર્યોમાં સતત માર્ગદર્શન અને સહયોગ આપવા બદલ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પદાધિકારીશ્રીઓ, જનપ્રતિનિધિઓ, અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી નવા નીરના વધામણામાં સહભાગી બન્યા હતા.
📲Get App