🔥 TRENDING Ladakh Police Declares No FIR for Vide... Railway Line Through Key Tiger Corrido... Assam Floods Ease: Affected Population... Deep Dasgupta Urges Kuldeep Yadav's In... Ex-India Star Sends Motivational Messa... India Eyes Ashes: Cricket’s Eastward S...
02 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભારે વરસાદ વચ્ચે તંત્ર એલર્ટ, શેત્રુંજી નદીના પાણીની આવક પર અધિકારીઓએ લીધી સ્થિતિની સમીક્ષા
Weather

ભારે વરસાદ વચ્ચે તંત્ર એલર્ટ, શેત્રુંજી નદીના પાણીની આવક પર અધિકારીઓએ લીધી સ્થિતિની સમીક્ષા

✍️ Reporter: Makvana Jaydip 🗓 02 Aug 2026, 09:26 AM 👁 19

ભારે વરસાદને પગલે શેત્રુંજી નદીમાં પાણીની આવક વધતા ગારિયાધારમના મામલતદાર, નાયબ મામલતદાર તેમજ જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા નદી અને નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લેવામાં આવી. ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમને તૈનાત રાખવામાં આવી છે તેમજ નીચાણવાળા ગામોના લોકોને સતર્ક રહેવા અને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે શેત્રુંજી નદીમાં પાણીની આવક વધી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગારિયાધાર મામલતદાર શ્રી ઝાલા સર, નાયબ મામલતદાર શ્રી જયેશભાઈ મહેતા, જિલ્લા પંચાયતના સભ્ય પ્રતિનિધિ ભરતભાઈ ધામેલિયા તેમજ તાલુકા ન્યાય સમિતિના ચેરમેન કપિલભાઈ ખીમસુરિયા સહિતના અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી.
અધિકારીઓએ ગારિયાધાર–જેસર અને ગારિયાધાર–સાવરકુંડલા માર્ગ સહિતના વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પણ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને નીચાણવાળા ગામોના લોકોને સુરક્ષિત સ્થળે રહેવા તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર સંપૂર્ણપણે સતર્ક બન્યું છે.
📲Get App