🔥 TRENDING Tamil OTT Releases for 3–9 Oct 2024: N... Awkwafina & Jimmy O. Yang Star in New... Mirnaa Teases Explosive Interval in Ra... Rajinikanth Returns as Muthuvel Pandia... Nine Students from Goa ITI Top All-Ind... ICAR-CCARI Launches Initiative to Revi...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ નાઓએ સાબરકાંઠા જીલ્લામાં દેહવ્યપારના ધંધા બાબતે તપાસ કરી

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ નાઓએ સાબરકાંઠા જીલ્લામાં દેહવ્યપારના ધંધા બાબતે તપાસ કરી

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 01 Aug 2026, 03:26 PM 👁 80
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાબરકાંઠા”

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ નાઓએ સાબરકાંઠા જીલ્લામાં દેહવ્યપારના ધંધા બાબતે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ.

જે સુચના અન્વયે એ.એચ.ટી.યુ.ના ઇન્ચાર્જ પો.ઇન્સ.કે.યુ.ચૌધરી નાઓની રાહબરી હેઠળ એ.એચ.ટી.યુ.નો સ્ટાફ દેહ વ્યપારના ધંધા બાબતે હિંમતનગર એ ડીવિજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો દરમ્યાન સાથેના અ.હે.કો.અશોકકુમાર રણછોડભાઇ તથા આ.પો.કો હસમુખભાઇ જેઠાભાઇ નાઓને તેમના ખાનગી બાતમીદારથી બાતમી હકિક્ત મળેલ કે, નવી સિવિલ હોસ્પિટલ હિંમતનગરની સામે અશ્વમેઘ નામનો કોમ્પ્લેક્ષ આવેલ છે. જેના બીજા માળે ધનવંતકુમાર હરીપ્રસાદ મિસ્ત્રી નામનો ઇસમ પાલવ સ્પા નામની આડમાં દેહ-વ્યાપારનો ધંધો ચલાવે છે અને હાલમા ધંધો ચાલુ છે. વિગેર બાતમી હકિક્ત અન્વયે શ્રી.એ.કે.પટેલ, વિભાગીય પોલીસ અધિક્ષકશ્રી, હિંમતનગર વિભાગ, હિંમતનગર નાઓની રૂબરૂ ડમી ગ્રાહક મોકલી બાતમી હકિક્તની ખરાઇ કરાવી પંચો રૂબરૂ સદરી જગ્યાએ જઈ તપાસ કરતાં નીચે જણાવેલ આરોપી તેના કબજા ભોગવટાના પાલવ સ્પા નામના સ્પા સેન્ટરની આડમાં દેહ-વ્યાપારની પ્રવૃતિ ચલાવતો હોય જેથી સદરી આરોપીને પકડી તેના વિરધ્ધમાં

કાર્યદેસરની કાર્યવાહી કરી હિંમતનગર એ ડીવિજન પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરવામાં આવેલ છે.

અટક કરેલ આરોપી

ધનવંતકુમાર હરીપ્રસાદ મીસ્ત્રી હાલ રહે. ડોક્ટર નગર હિંમતનગર બસ સ્ટેન્ડ પાસે હિંમતનગર

મુળ રહે.ભુતીયા તા.ઇડર જી સાબરકાંઠા

કામગીરી કરનાર કર્મચારીઃ-

HC અશોકકુમાર બ.નં-૨૯૧

PC હસમુખભાઈ બ.નં- ૨૨૦

WPC અંજલીકુમારી બ.નં-૭૬૦

(કે.યુ.ચૌધરી) ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એચ.ટી.યુ.,સાબરકાંઠા
📲Get App