🔥 TRENDING Two Tripura ULBs Honoured with Nationa... Tripura VC Poll Results Hint at 'New T... President Droupadi Murmu to Visit Hima... Yami Gautam’s 100‑Year‑Old Himachal Es... Himachal Pradesh Central University ra... Chief Minister Calls Cleanliness a Col...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતમાં ભારે વરસાદ વચ્ચે રાહત-બચાવ કામગીરી શરૂ
Local

સુરતમાં ભારે વરસાદ વચ્ચે રાહત-બચાવ કામગીરી શરૂ

✍️ Kansagara dipkumar chetanbhai 🗓 01 Aug 2026, 02:26 PM 👁 80
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે નાગરિકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા રાહત-બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

સુરતમાં અનરાધાર વરસાદના કારણે તંત્ર અને સિવિલ ડિફેન્સ દ્વારા રાહત-બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ આપત્તિ વ્યવસ્થાપન સેલ, પોલીસ અને NDRF સહિતની વિવિધ એજન્સીઓ ગ્રાઉન્ડ ઝીરો પર કાર્યરત છે. કંટ્રોલ રૂમથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને તમામ ડિવિઝનો 24×7 એલર્ટ મોડ પર છે.

અબ્રામા અને વેલંજા જેવા નીચાણવાળા વિસ્તારોમાંથી 240થી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે મોટા વરાછા રિવર સાઇડ રોડ પર લેન્ડસ્લાઇડના સ્થળે તાત્કાલિક બેરિકેડિંગ કરવામાં આવી છે, જેના કારણે 250થી વધુ વાહનોને સુરક્ષિત ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી આ કામગીરીથી નાગરિકોને સલામતી અને રાહત મળે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક તંત્ર અને એજન્સીઓની સમર્પણતા અને કાર્યક્ષમતા આ મુશ્કેલ સમયમાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.
📲Get App