🔥 TRENDING વિરમગામ-બેચરાજી ફોરલેન હાઈવે પર ગંભીર... અમદાવાદ સિટી પોલીસની અડગ સેવા, નાગરિકો... સુરતમાં ગણેશોત્સવની તૈયારીઓમાં ભારે વર... અમદાવાદ સિટી પોલીસની અડગ સેવા, નાગરિકો... ભાલાળા ગામમાં શ્રી લકીરાજસિંહ ઝાલા દ્વ... Newborn baby's headless body found in...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભારે વરસાદથી મોટા હરિપુરા–નાની કુમાડ માર્ગ તૂટ્યો, અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ સમારકામ શરૂ કરવાની આપી ખાતરી
National

ભારે વરસાદથી મોટા હરિપુરા–નાની કુમાડ માર્ગ તૂટ્યો, અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ સમારકામ શરૂ કરવાની આપી ખાતરી

✍️ Reporter: Jignesh chavda 🗓 31 Jul 2026, 07:24 PM 👁 82
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિરમગામ તાલુકાના મોટા હરિપુરા અને નાની કુમાડ ગામને જોડતો રસ્તો ભારે વરસાદથી તૂટી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા. નર્મદા વિભાગના અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કરીને તાત્કાલિક સમારકામની કામગીરી શરૂ કરવાની ખાતરી આપી.

વિરમગામ તાલુકાના મોટા હરિપુરા અને નાની કુમાડ ગામ વચ્ચે આવેલા નર્મદા કેનાલ ઉપરનો માર્ગ ભારે વરસાદને કારણે તૂટી જતાં સ્થાનિક લોકોની અવરજવર પ્રભાવિત થઈ છે.
આ ઘટનાને લઈને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે નર્મદા વિભાગના અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી અને રસ્તાના તાત્કાલિક સમારકામની કામગીરી શરૂ કરવા સૂચના આપી હતી.
ધારાસભ્યએ જણાવ્યું કે સ્થાનિક લોકોને વહેલી તકે સુરક્ષિત અને સરળ અવરજવર મળી રહે તે માટે જરૂરી તમામ કાર્યવાહી કરવામાં આવશે અને જનસુવિધાને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.
📲Get App