🔥 TRENDING Legendary Playback Singer K. Jamuna Ra... New South Indian OTT Releases This Wee... AP ECET 2026 Phase‑1 Seat Allotment Re... Andhra Pradesh SIR Claims Open First Train‑Mediated Live Heart Transp... Vijay's Film Screening Halted in Karna...
31 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરાતલાવડી

વિરાતલાવડી

✍️ Reporter: Makwana Sanjaykumar Rameshbhai 🗓 31 Jul 2026, 04:28 PM 👁 21

વૃક્ષ વાવો • વૃક્ષ બચાવો • જીવન બચાવો 🌿 આપણું વિરાતલાવડી — હરિયાળું વિરાતલાવડી

🌳🌳🌳🌳🌳🌳

🌳🌿 “આજે વાવેલું એક વૃક્ષ, આવતીકાલની પેઢી માટે જીવનની ભેટ છે.” 🌿🌳

આજરોજ વિરાતલાવડી મુકામે આવેલ મુક્તિધામ તળાવની ફરતે હરિયાળી અને સ્વચ્છ પર્યાવરણના સુંદર સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. 🌱

વૃક્ષોનું માત્ર વાવેતર જ નહીં, પરંતુ વર્ષો સુધી તેનું જતન અને રક્ષણ થાય તે હેતુથી ફોરેસ્ટ વિભાગ દ્વારા પ્રોટેક્શન પિંજરા સાથે વૃક્ષો રોપવામાં આવ્યા.

આ પવિત્ર સેવાકાર્યમાં આપણા વિરાતલાવડી ગામના વતની તથા ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મોબતજી ઠાકોર, સરપંચ શ્રી ચન્દ્રેશભાઈ વિ. પરમાર તેમજ ગામના મિત્રો અને પ્રકૃતિપ્રેમીઓએ સાથે મળીને વૃક્ષારોપણ કરી તેના જતનનો સંકલ્પ લીધો. 🙏🌳

💚 વૃક્ષ આપણને છાંયો આપે છે, શુદ્ધ હવા આપે છે, વરસાદ લાવવામાં મદદરૂપ બને છે અને ધરતીને જીવંત રાખે છે. એટલે વૃક્ષ માત્ર વૃક્ષ નથી — વૃક્ષ આપણું જીવન છે.

આવો, આપણે સૌ એક સંકલ્પ કરીએ —
“વૃક્ષ વાવીને ભૂલી નહીં જઈએ, તેનું જતન કરીને મોટું કરી બતાવીશું.” 🌱➡️🌳

મને ગર્વ છે કે હું વનપ્રેમી છું...
🌿 તમે પણ વનપ્રેમી બનો અને આવનારી પેઢીને હરિયાળું વિરાતલાવડી ભેટ આપો. 🌿

આ સુંદર સેવાકાર્યમાં સહભાગી બનેલા તમામ મિત્રો, આગેવાનો તથા ફોરેસ્ટ વિભાગનો દિલથી ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. 🙏💐

🌳 વૃક્ષ વાવો • વૃક્ષ બચાવો • જીવન બચાવો
🌿 આપણું વિરાતલાવડી — હરિયાળું વિરાતલાવડી 🌿

🇮🇳 જય ભારત • જય વિરાતલાવડી 🇮🇳
📲Get App