🔥 TRENDING కొత్తవలసలో ఆకట్టుకుంటున్న ఇరుముడి వినా... आठ दिवसांपासून बेपत्ता कवितांचा पद्माल... BJP narrowly leads Congress in Rajasth... Delhi Police Deploy New BNS Sections A... Two Killed in Road Accident in Reasi,... Gym Trainer Killed in Delhi Gang Shoot...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
૧૫ ઓગષ્ટ-સ્વતંત્રતા દિવસ રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે જાફરાબાદ બંદર ખાતે ‘દરિયા પૂજન’ કાર્યક્રમ યોજાશે

૧૫ ઓગષ્ટ-સ્વતંત્રતા દિવસ રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે જાફરાબાદ બંદર ખાતે ‘દરિયા પૂજન’ કાર્યક્રમ યોજાશે

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 31 Jul 2026, 11:17 AM 👁 36
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
૧૫ ઓગષ્ટ-સ્વતંત્રતા દિવસ રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે જાફરાબાદ બંદર ખાતે ‘દરિયા પૂજન’ કાર્યક્રમ યોજાશે*


અમરેલી તા. ૩૦ જુલાઈ,૨૦૨૬ -
આગામી ૧૫ ઓગષ્ટના રોજ યોજાનારી રાજ્યકક્ષાની સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે અમરેલી જિલ્લામાં વિવિધ પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટીઝ (સ્વતંત્રતા દિવસ પૂર્વેની પ્રવૃત્તિઓ)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત જાફરાબાદ સ્થિત મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રીની કચેરી દ્વારા આગામી તા. ૦૮ ઓગષ્ટ ૨૦૨૬ના રોજ સાંજે ૪:૦૦ કલાકે જાફરાબાદ બંદરની ટી-જેટી (T-Jetty) ખાતે એક ભવ્ય 'દરિયા પૂજન' કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમની પૂર્વતૈયારીના ભાગરૂપે મત્સ્યોદ્યોગ ખાતા દ્વારા જાફરાબાદના તમામ સ્થાનિક બોટ એસોસિએશનો સાથે એક અગત્યની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ઉપસ્થિત તમામ સભ્યોને કાર્યક્રમની સંપૂર્ણ રૂપરેખાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ રાષ્ટ્રભક્તિના અને પરંપરાગત કાર્યક્રમને ભવ્ય રીતે સફળ બનાવવા માટે જાફરાબાદના તમામ બોટ એસોસિએશનોએ ઉત્સાહપૂર્વક પોતાનો સંપૂર્ણ અને પૂરતો સહકાર આપવાની ખાતરી ઉચ્ચારી છે તેમ અમરેલી મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રીની કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
📲Get App