🔥 ट्रेंडिंग आरपीएससी ने सब‑इंस्पेक्टर व प्लाटून कम... નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં સિંહની અચા... Aag વડાપ્રધાન મોદીના ૭૬મા જન્મદિવસે ભારતને... शाहजहांपुर: डॉक्टर पवन के यहाँ इलाज के... बंगाल और ब्रिटेन उच्च शिक्षा व शोध में...
17 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઝરીયા ગામે નદીમાં ફસાયેલા યુવકનું સફળ રેસ્ક્યુ

ઝરીયા ગામે નદીમાં ફસાયેલા યુવકનું સફળ રેસ્ક્યુ

✍️ रिपोर्टर: Bhailalbhai Baria 🗓 31 जुल. 2026, 09:01 AM 👁 100
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ઝરીયા ગામે આજે નદીમાં એક યુવાન ફસાઈ જતાં થોડા સમય માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ હતી. તડવી શશીકાંતભાઈ રમેશભાઈ, ઉંમર 22 વર્ષ, નદીના પાણીમાં ફસાઈ ગયા હોવાની જાણ થતાં તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું.
ઘટનાની જાણ થતાં સરપંચશ્રી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા. સંયુક્ત પ્રયાસોથી યુવાનનું સફળતાપૂર્વક નદીમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે ઈજા થઈ નથી અને યુવાન સંપૂર્ણપણે સુરક્ષિત છે. હાલ નદીમાં પાણીનું સ્તર ઘટી ગયું છે. તેમ છતાં તંત્રએ લોકોને વરસાદી મોસમ દરમિયાન નદી અને પાણીવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અને જોખમ ન લેવા અપીલ કરી છે.
📲Get App