🔥 TRENDING અમરેલી શહેરમાં અનુકંપા ફાઉન્ડેશનનું ટુ... પધ્ધર પૉલીસ સ્ટેશન વિસ્તારના કખાય ગામ... Supreme Court Seeks NMC Affidavit on U... CCI Approves Sale of Rajasthan Royals... Bhajan Lal Secures Above‑Average Victo... Durai Vaiko Says DMK Could Back BJP, C...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પ્રાકૃતિક ખેતી અપનાવીને આપણે સ્વસ્થ ખેડૂત, સમૃદ્ધ ગામ અને હરિયાળું અરવલ્લી નિર્માણ તરફ આગળ વધી શકીએ છીએ*

*અરવલ્લી જિલ્લામાં પ્રાકૃતિક ખેતી સ્વસ્થ જમીન, સુરક્ષિત પાક અને સમૃદ્ધ ખેડૂત*
Agriculture

પ્રાકૃતિક ખેતી અપનાવીને આપણે સ્વસ્થ ખેડૂત, સમૃદ્ધ ગામ અને હરિયાળું અરવલ્લી નિર્માણ તરફ આગળ વધી શકીએ છીએ* *અરવલ્લી જિલ્લામાં પ્રાકૃતિક ખેતી સ્વસ્થ જમીન, સુરક્ષિત પાક અને સમૃદ્ધ ખેડૂત*

✍️ Reporter: Pandor Sanjaybhai Bhalabhai 🗓 05 Aug 2026, 07:54 AM 👁 33
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અરવલ્લી જિલ્લાના અનેક ખેડૂતો આજે પ્રાકૃતિક ખેતી અપનાવી સફળતાપૂર્વક અનાજ, શાકભાજી, ફળો અને અન્ય પાકોનું ઉત્પાદન કરી રહ્યા છે. ઓછા ખર્ચે વધુ નફો મેળવવાની સાથે તેઓ સ્વસ્થ જમીન અને સ્વસ્થ સમાજના નિર્માણમાં પણ મહત્વનું યોગદાન આપી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પણ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે તાલીમ, માર્ગદર્શન અને વિવિધ યોજનાઓનો લાભ ખેડૂતોને આપવામાં આવે છે. ખેડૂતો કૃષિ વિભાગ, આત્મા પ્રોજેક્ટ અથવા નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો સંપર્ક કરીને પ્રાકૃતિક ખેતી અંગે વધુ માહિતી અને તાલીમ મેળવી શકે છે.પ્રાકૃતિક ખેતી પ્રકૃતિ સાથે સુમેળ સાધીને ટકાઉ વિકાસ તરફનું મહત્વપૂર્ણ પગલું છે. જો અરવલ્લી જિલ્લાના વધુમાં વધુ ખેડૂતો આ પદ્ધતિ અપનાવશે તો જમીનની ફળદ્રુપતા જળવાશે, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે, ઝેરમુક્ત ખાદ્યપદાર્થોનું ઉત્પાદન વધશે અને ખેડૂતોની આવકમાં વધારો થશે.
📲Get App