🔥 TRENDING Two bodies found in Ratlam field; DNA... Former CM Uma Bharti Questions Govt on... Bulldozer clears illegal dhabas on gov... Minister Vishwas Sarang Launches India... RL Party candidate Om Prakash receives... स्थानीय पुलिस ने युवक को सुरक्षित नीचे...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામના પોપટ ચોકડી વિસ્તારમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા
National

વિરમગામના પોપટ ચોકડી વિસ્તારમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા

✍️ Reporter: Jignesh chavda 🗓 30 Jul 2026, 09:34 PM 👁 51
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વરસાદ બંધ થયાને એક સપ્તાહથી વધુ સમય થયો હોવા છતાં પોપટ ચોકડી વિસ્તારમાં હજુ પણ પાણીનો નિકાલ થયો નથી.

વિરમગામ શહેરના પોપટ ચોકડી(પંચમુખી હનુમાન ચોકડી ) વિસ્તારમાં વરસાદ બંધ થયાને સાત દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે. રસ્તાઓ અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયેલા હોવાથી સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે હજુ સુધી પાણીના નિકાલ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. રહેવાસીઓએ સંબંધિત તંત્રને વહેલી તકે પાણીનો નિકાલ કરવા અને સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી છે.
📲Get App