🔥 TRENDING Riz Ahmed cites Huma Qureshi as top In... Shefali Shah Opens Up on Writing About... Tiger Shroff posts 6‑second shirtless... Vote Counting Begins for Tripura Triba... Kailashahar in Tripura Wins Best ULB A... One killed, 12 injured as clashes erup...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આણંદ જિલ્લા પંચાયતની પાડજ બેઠકમાં ભાજપનો ભવ્ય વિજય
Politics

આણંદ જિલ્લા પંચાયતની પાડજ બેઠકમાં ભાજપનો ભવ્ય વિજય

✍️ Reporter: Samir Malek 🗓 30 Jul 2026, 04:24 PM 👁 88
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આણંદ જિલ્લા પંચાયતની પાડજ બેઠકની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવ્યો છે. ભાજપની સુમિત્રાબેન પટેલે 5,717 મતથી જીત મેળવી છે.

આણંદ જિલ્લા પંચાયતની પાડજ બેઠકની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ એક મહત્વપૂર્ણ વિજય નોંધાવ્યો છે. ભાજપના ઉમેદવાર સુમિત્રાબેન પટેલે 5,717 મતની જંગી સરસાઈથી જીત મેળવી, જેમાં તેમણે વિરોધી ઉમેદવારને પાછળ રાખ્યો હતો.

મતગણતરી પૂર્ણ થતાં જ ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. ઠેરઠેર શુભેચ્છાઓનો વરસાદ થયો હતો અને કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી જીતની ઉજવણી કરી હતી.

આ જીતને સ્થાનિક રાજકારણમાં ભાજપ માટે મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે. વિજય બાદ સુમિત્રાબેન પટેલે મતદારોનો આભાર વ્યક્ત કર્યો અને વિકાસના કાર્યોને પ્રાથમિકતા આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
📲Get App