🔥 TRENDING રતનપુર ગામમાં ધર્મદાની જમીનમાં ગેરકાયદ... Meghalaya Deputy CM Dhar says youth un... Meghalaya's second IT park reaches ful... Meghalaya CM inaugurates foundation fo... Tripura Forecast Alerts Waterlogging T... Tripura to develop 58 new agricultural...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સસલા શિકાર

સસલા શિકાર

✍️ Reporter: Anil Vaghela 🗓 30 Jul 2026, 12:59 PM 👁 62
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા નજીક સસલાના શિકારનો પ્રયાસ નિષ્ફળ, બે શખ્સો સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી

રાજુલા, તા. 29 જુલાઈ

રાજુલા વન્યજીવ રેન્જ હેઠળના કોટડી ગામના કાળુકી વિસ્તારમાં સસલાનો શિકાર કરવાનો પ્રયાસ કરનાર બે શખ્સો સામે વન વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, તા. 27 જુલાઈ, 2026ના રોજ આર.એફ.ઓ. ડી.કે. મકવાણાના માર્ગદર્શન હેઠળ રાજુલા રાઉન્ડની રાજુલા બીટ-2 વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન કોટડી ગામના રેવન્યુ વિસ્તારમાં વન્ય પ્રાણી સસલાને મારવાના ઇરાદાથી બે જાળ (મેવટા) બાંધી સસલાને દોડાવી શિકાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.

આ બનાવ અંગે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972 હેઠળ રાજુલા રાઉન્ડ ગુના નં. 01/2026-27, તા. 27/07/2026ના રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ કેસમાં જીવાપર (તા. ખાંભા)ના રહેવાસી ભીખાભાઈ રૂખડભાઈ પરમાર અને રમેશભાઈ બાબુભાઈ પરમારને આરોપી તરીકે નામજોગ કરવામાં આવ્યા હતા. બાદમાં આરોપીઓ દ્વારા ગુનાનું તરજોડ કરવાની ઇચ્છા દર્શાવતા વન વિભાગે એડવાન્સ રિકવરી પેટે કુલ રૂ. 50,000 વસૂલ કરી કાયદાકીય પ્રક્રિયા મુજબ જામીન પર મુક્ત કર્યા હતા.

આ સમગ્ર કાર્યવાહી આર.એફ.ઓ. ડી.કે. મકવાણા, વન રક્ષક હરેશ બારૈયા, વિજય બારૈયા તેમજ ટ્રેકર ભુપતભાઈ, નિર્મલભાઈ, દીપકભાઈ અને ડ્રાઈવર દેસુરભાઈની ટીમ દ્વારા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી.

વન વિભાગે વન્યજીવોના શિકાર કે તેમને નુકસાન પહોંચાડવાના કોઈપણ પ્રયાસ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ ઉચ્ચારી છે.
📲Get App