🔥 TRENDING फर्रुखाबाद पुलिस ने ऑनलाइन ठगी के आरोप... Gujarat Developers Launch Moderate Rea... Karnataka Sends 40 Lakh Notices in Ele... Voter List Errors Trigger Deletion Row... Karnataka CEO Says No Names Deleted in... RSSB Lab Assistant 2026 Result Declare...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે હિંમતનગર તાલુકાના બેરણા ગામે આવેલ શ્રી કંટારેશ્વર હનુમાનજી મંદિર ખાતે ભગવાન હનુમાનજી

ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે હિંમતનગર તાલુકાના બેરણા ગામે આવેલ શ્રી કંટારેશ્વર હનુમાનજી મંદિર ખાતે ભગવાન હનુમાનજી

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 30 Jul 2026, 09:42 AM 👁 79
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે હિંમતનગર તાલુકાના બેરણા ગામે આવેલ શ્રી કંટારેશ્વર હનુમાનજી મંદિર ખાતે ભગવાન હનુમાનજીના MLA V D ZALA દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા.

ત્યારબાદ પૂજ્ય મહંતશ્રી મહેન્દ્રભાઈ ઉપાધ્યાયજીની ગુરુવંદના કરી તેમને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા તથા ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી.

આ પ્રસંગે બેરણા ગામથી શ્રી કંટારેશ્વર હનુમાનજી મંદિર સુધીનો માર્ગ પૂર્ણ થતાં ગામની નારી શક્તિએ ફૂલહાર પહેરાવી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.

આ પવિત્ર પ્રસંગે હિંમતનગર તાલુકા ભાજપા પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈ પટેલ, તાલુકા મહામંત્રી શ્રી ભવરસિંહ ચૌહાણ, શ્રી મનદીપભાઈ પ્રજાપતિ તેમજ મોટી સંખ્યામાં હરિભક્તો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.
📲Get App