🔥 ट्रेंडिंग असम एसटीएफ ने पाकिस्तान जासूसी मामले म... जयंता मल्ला बरूआ ने कहा, बीटीसी का विक... ମୟୂରଭଞ୍ଜରେ ବିଜିଲାନ୍ସ ଜାଲରେ ଅରବିନ୍ଦ ମହା... બજરંગદળ, અમદાવાદ વિષય: રામોલ પોલીસ સ્ટ... केरल सुवर्ण केरलम एसके-45 लॉटरी परिणाम... केरल ने 10 मार्च को Sthree Sakthi SS-5...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદમાં આજે વહેલી સવારે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો.

અમદાવાદમાં આજે વહેલી સવારે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો.

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 30 जुल. 2026, 09:04 AM 👁 81
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદમાં આજે વહેલી સવારે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ, 30 જુલાઈ વહેલી સવારે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો. સવારે 4:39 વાગ્યે રિક્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતા ધરાવતો આ આંચકો અનુભવાયો હતો.
કોઈ જાનહાનિ કે નુકસાન નહીં
ISRના આંકડા અનુસાર, આજે સવારે 4:39 વાગ્યે રિક્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્ર અમદાવાદથી આશરે 29 કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ (SSW) વિસ્તારમાં હતું. ભૂકંપની ઊંડાઈ જમીનની સપાટીથી અંદાજે 20 કિલોમીટર નોંધાઈ હતી.
આ ભૂકંપની તીવ્રતા ખૂબ જ ઓછી હોવાને કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ કે માલસામાનના નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી. જોકે, વહેલી સવારે કેટલાક શાંત વિસ્તારોમાં રહીશોને હળવી ધ્રુજારીનો અનુભવ થયો હોવાનું જાણવા મળ્યું છે
📲Get App