🔥 TRENDING भरूच में कांग्रेस कार्यकर्ताओं का प्रद... Raashii Khanna Shares Photos with Raji... Mumbai BMC to Pay ₹20 Crore for Film C... Neeru Singh Wins India's First Gold in... IHC Theatre Festival 2026 Wraps Up Aft... 2026 Dearness Allowance Hike: Full Sta...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
તરણેતર મેળાના આયોજનની સમીક્ષા બેઠક યોજાઈ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને તૈયારીઓની વિસ્તૃત ચર્ચા કરાઈ

તરણેતર મેળાના આયોજનની સમીક્ષા બેઠક યોજાઈ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને તૈયારીઓની વિસ્તૃત ચર્ચા કરાઈ

✍️ Reporter: Divyarajbhai khachar 🗓 29 Jul 2026, 12:24 PM 👁 59
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
તરણેતર મેળાના આયોજનની સમીક્ષા બેઠક યોજાઈ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને તૈયારીઓની વિસ્તૃત ચર્ચા કરાઈ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામે આગામી ૧૪ થી ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન યોજાનાર વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ મેળાના સુચારુ આયોજન માટે સમીક્ષા બેઠક યોજાઈ હતી. ચોટીલા પ્રાંત કચેરી ખાતે જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને આ બેઠક મળી હતી, જેમાં મેળાની તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી.
કલેક્ટર સોલંકીએ તમામ વિભાગોને પરસ્પર સંકલન સાધીને કામગીરી કરવા તાકીદ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તરણેતરનો મેળો સાચા અર્થમાં 'લોકમેળો' બની રહે અને મુલાકાતીઓને કોઈ અગવડ ન પડે તે સુનિશ્ચિત કરવું. લોકોની સુરક્ષા, સ્વચ્છતા અને પ્રાથમિક સુવિધાઓને અગ્રતા આપવા પર તેમણે ભાર મૂક્યો હતો.
બેઠકમાં મેળા દરમિયાન રસ્તા, પાર્કિંગ, કાયદો અને વ્યવસ્થા, આરોગ્ય સુવિધાઓ, એમ્બ્યુલન્સ, પીવાનું શુદ્ધ પાણી અને સીમલેસ વીજપુરવઠા જેવી આવશ્યક પ્રાથમિક સુવિધાઓ સઘન બનાવવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું હતું.
મુલાકાતીઓની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે કુંડ અને તળાવની ફરતે બચાવ કામગીરી માટે કુશળ તરવૈયાઓ તૈનાત રાખવા સૂચના અપાઈ હતી. ઉપરાંત, કોઈપણ અકસ્માત નિવારવા એમ્યુઝમેન્ટ રાઈડ્સની યોગ્ય ચકાસણી અને મંજૂરી પ્રક્રિયા પૂર્ણ કરવા પણ જણાવાયું હતું.
મેળાના આયોજનમાં તળાવ-મેદાનની સફાઈ, સ્ટેજ રીનોવેશન, ગ્રામીણ ઓલિમ્પિક્સ, પશુ સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વાગત વ્યવસ્થાનું યોગ્ય આયોજન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, આપત્તિ વ્યવસ્થાપન, સંચાર સુવિધા માટે હંગામી મોબાઈલ ટાવર, સ્પષ્ટ સાઈનેજ બોર્ડ, એસ.ટી. બસની વધારાની સુવિધા અને ટેન્ટ સીટી સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ હતી. PGVCL વિભાગને મેળા દરમિયાન અવિરત વીજ પુરવઠો જાળવી રાખવા ખાસ તાકીદ કરાઈ હતી.
આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, DDA નિયામક ભાવેશ દવે, ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા, ચોટીલા નાયબ પોલીસ અધિક્ષક એસ.એસ. ભાદોરીયા, લિંબડી નાયબ પોલીસ અધિક્ષક વિશાલ રબારી સહિત સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App