🔥 ट्रेंडिंग चिक्कमगलुरु कर्नाटक का अगला दूसरा घर ड... राजस्थान में पीएम मोदी के मुखौटे वाला... तेलंगाना के राज्यपाल ने हैदराबाद में र... मुजफ्फरपुर: राजेपुर थाने में ASI रिश्व... बिहार: बगीचे में मिला 22 वर्षीय युवक क... दौसा बस अग्निकांड में 8 की मौत, राजस्थ...
01 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કડી: પંથોડા
शिक्षा

કડી: પંથોડા

✍️ रिपोर्टर: Hanifbhai mahammadbhai jadav 🗓 01 जुल. 2026, 09:00 AM 👁 7

અક્ષિતા કોટન લિમિટેડ દ્વારા ચોપડા વિતરણ

તારીખ ૩૦ ૬ ૨૦૨૬ મંગળવાર ના રોજ પંથોડા પ્રાથમિક શાળા માં અક્ષિતા કોટન લિમિટેડ તરફથી નોટબુક, ચોપડા અને કડી તાલુકા પંચાયત ડેલીકટ શાહીલભાઈ જાદવ તરફથી નાસ્તા નું વિતરણ કરવામાં આવ્યું.


પંથોડા પ્રાથમિક શાળા માં શૈક્ષણિક અભ્યાસ માટે જરૂરિયાત એવાં સાહિત્યમાં નોટબુક અને ચોપડા કડી શહેરના અક્ષિતા કોટન લિમિટેડ નાં દાતા શ્રી નિતિનભાઈ ગોવિંદભાઈ પટેલ અને તેમના પરિવાર તરફથી દાન સ્વરૂપે આપવામાં આવ્યું.
બાલવાટિકા થી લઈને ધોરણ 3 સુધી નાં બાળકો ને 500 નંગ નોટબુકો અને ધોરણ. 5 થી 9 સુધી નાં બાળકો ને 1800 નંગ ચોપડા નું વિતરણ દાતા શ્રી નિતીનભાઇ ગોવિંદભાઈ પટેલ કડી શહેરના દાતાશ્રી તરફથી કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પંથોડા ગામ ના સરપંચ રસુલભાઈ સરપંચ, SMC અધ્યક્ષ મોહસીનભાઈ રસુલભાઈ સરપંચ, વિક્રમભાઈ માલજીભાઈ ઠાકોર, ગુલામનબી હેતભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
નોટબુક અને ચોપડા વિતરણ કરવામાં કાન્તિભાઈ પટેલ, હરેહરભાઈ મોદી, જયદીપભાઈ પટેલ, નિખિલભાઈ સોલંકી,રેખાબેન બારોટ, નીપાબેન પંડયા, ફોરમબેન પટેલ , પ્રકાશભાઈ ચૌબીસા સાથે વૃષ્ટિબેન , આશાબેન , અમીતાબેન, જીજ્ઞિશાબેન , જાગૃતિબેન જ્ઞાન સહાયક શિક્ષિકા બહેનો સાથે શાળા ના તમામ શિક્ષકો એ યોગ્ય વ્યવસ્થા કરી અને દરેક વાલીઓ ને રૂબરૂમાં બોલાવીને શૈક્ષણિક જરૂરિયાત નોટબુક અને ચોપડા આપવામાં આવ્યાં.
આ પ્રસંગે કડી તાલુકા પંચાયત ડેલીકટ શાહીલભાઈ જાદવ તરફથી તમામ બાળકો ને અલ્પાહાર માં ડબ્બા પેકિગ માં ચવાણું આપવામાં આવ્યું. ચવાણું ડબ્બા માં પેકિંગ કરી ને અગોલ ગામનાં ડેલીકટ શાહીલભાઈ ના પિતા મેમુદભાઈ જાદવ, આદમ જીવા, મીરખાન જામા, અરબાઝ મેમુદ , ઈકબાલભાઈ રસુલભાઈ મંત્રી, પત્રકાર હનીફભાઇ જાદવ અને રસુલભાઈ સરપંચ નાં હસ્તે ચવાણું નો ડબ્બા પેકિગ માં નાસ્તો આપવામાં આવ્યો . શાળા ના બાળકો માટે નાસ્તા નું વિતરણ નું સુંદર આયોજન સોહિલ અબ્દુલ સિપાઈ અને ઝાકીર હુસૈન કરીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
શાળા નાં બાળકો માટે શૈક્ષણિક જરૂરિયાત અને નાસ્તા માટે બન્ને દાતા શ્રી નો સંપર્ક, આયોજન, વ્યવસ્થા નો સિંહફાળો પંથોડા પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી ઈસબભાઈ રસુલભાઈ રાઠોડ એ કર્યો હતો.
કડી તાલુકા પંચાયત ડેલીકટ શાહીલભાઈ જાદવ તરફથી પંથોડા પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી ઈસબભાઈ રાઠોડ અને સમગ્ર પંથોડા પ્રાથમિક શાળા ના શિક્ષક સ્ટાફ ને ગીફ્ટ આપી હતી.
આ કાર્યક્રમ માં ખાસ બાબુજી ઠાકોર સાહેબ સીઆરસી મેઢા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે દાતાશ્રી નિતિનભાઈ ગોવિંદભાઈ પટેલ કડી શહેરના તરફથી નોટબુક અને ચોપડા તથા અગોલ ગામ ના અને કડી તાલુકા પંચાયત ડેલીકટ શાહીલભાઈ જાદવ તરફથી ડબ્બા પેકિગ માં ચવાણું નો નાસ્તો આપવામાં આવ્યો તે બદલ આચાર્ય શ્રી ઈસબભાઈ રસુલભાઈ રાઠોડ એ આભાર વ્યક્ત કર્યો હતો.