🔥 TRENDING Assam STF Arrests Man Suspected of Pak... Jayanta Malla Baruah says BTC growth w... ମୟୂରଭଞ୍ଜରେ ବିଜିଲାନ୍ସ ଜାଲରେ ଅରବିନ୍ଦ ମହା... બજરંગદળ, અમદાવાદ વિષય: રામોલ પોલીસ સ્ટ... Kerala Suvarna Keralam SK-45 Lottery R... Kerala Declares Rs 1 Crore Winner in S...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નાયબ પોલીસ મહાનિરીક્ષક સા શ્રી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર રેન્જ

નાયબ પોલીસ મહાનિરીક્ષક સા શ્રી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર રેન્જ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 28 Jul 2026, 07:06 PM 👁 104
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
છેલ્લા પાંચ મહિનાથી પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પકડી પાડતી

ઇડર પોલીસ.

નાયબ પોલીસ મહાનિરીક્ષક સા શ્રી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર રેન્જ ગાંધીનગર તથા ડો. પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ પોલીસ અધિક્ષક સા શ્રી સાબરકાંઠા- હિંમતનગર નાઓએ ઘણા લાંબા સમયથી નાસતા ફરતા ઇસમોને પકડવા સારુ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારુ સુચના આપેલ હોઇ જે અનુસંધાને સ્મિત ગોહીલ નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી ઇડર વિભાગ ઇડર નાઓના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ આર.એ.ચૌધરી નાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ રાખી કાર્યરત રહેવા સુચના આપેલ જે સુચના આધારે સર્વેલન્સ સ્ટાફના માણસોની જુદી જુદી ટીમો બનાવી નાસતા ફરતા આરોપીઓને પણ ઝડપી પાડવા સારૂ યાદી તૈયાર કરી તેઓના સંભવિત આશ્રય સ્થાનોની માહીતી પ્રાપ્ત કરવા માટે સ્થાનિક બાતમીદારો રોકી તેઓને પ્રોત્સાહિત કરી તેમજ ટેકનિકલ હામુન સોર્સનો ઉપયોગ કરી તેઓને ઝડપી પાડવા સારું સુચન કરેલ જે અનુસંધાને અમો તથા અ.પોકો નિકુલસિહ મહેન્દ્રસીહ બ.નં.૧૨૦૫ તથા અ.પો.કો અજયસિંહ પ્રહલાદસિહ બ.નં.૯૬૨ એ રીતેના ઇડર પોલીસ સ્ટેશનના પોલીસ માણસો પો.ઇન્સ શ્રી ઇડર પોલીસ સ્ટેશનનાઓની સુચના આધારે ભીલોડા ત્રણ રસ્તા,મોહનપુરા ફાટક પાસે આવેલ છે તે દરમિયાન સાથેના અ.પો.કો નિકુલસિહ મહેન્દ્રસિંહ બ.નં. ૧૨૦૫ તથા અ.પો.કો અજયસિંહ પ્રહલાદસિંહ બ.નં.૯૬૨ નાઓને સંયુક્ત બાતમીદારથી બાતમી મળેલ કે તલોદ પોલીસ સ્ટેશન થર્ડ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૯૦૪૯૨૬૦૧૩૩/૨૦૨૬ પ્રોહી કલમ ૬પએઈ. ૧૧૬બી, ૮૧.૮૩,૯૮(૨)ના ગુન્હામાં સંડોવાયેલ અને આશરે છેલ્લા પાંચ મહિનાથી પકડવાનો બાકી નાસતો ફરતો આરોપી ગોપાલસિંહ ઉદયસિંહ સીસોદિયા ઉ.વ.૪૧ રહે.કપુરાવટોતા બાડા તા.જી.સલુમ્બર રાજસ્થાન વાળાની બાતમી હકીકત મુજબ જેને શરીરે મરૂણ કલરનો બુશર્ટ તથા વાદળી કલરનું જીન્સ પેન્ટ પહેરેલ હાલતમાં બાતમી હકીકત મુજબનો ઈસમ ઉભો હોઈ જે બાતમી હકીકત આધારે તાત્કાલિક ઉપરોક્ત સ્ટાફના માણસો સાથે ભીલોડા ત્રણ રસ્તા, મોહનપુરા ફાટક પાસે બાતમી વાળો ઇસમ હાજર હોય જેને કોર્ડન કરી પકડી પાડી તેનું નામઠામ પુછતાં પોતે પોતાનું નામ ગોપાલસિંહ ઉદયસિંહ સીસોદિયા ઉ.વ.૪૧ રહે.કપુરાવટોતા બાડા તા.જી.સલુમ્બર રાજસ્થાનનો હોવાનું જણાવેલ.જેથી સદરી ઈસમને ઈડર પોલીસી સ્ટેશન ખાતે લાવી ઉપરોક્ત ગુન્હા બાબતે પુછપરછ કરી તેમજ ગુન્હાઓના રેકર્ડ તથા ઈ.ગુજકોપ એપ્લીકેશન આધારે તપાસ કરતા સદરી ઇસમ વિરૂધ્ધ તલોદ પોલીસ સ્ટેશન થર્ડ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૯૦૪૯૨૬૦૧૩૩/૨૦૨૬ પ્રોહી કલમ ૬૫એઈ. ૧૧૬બી. ૮૧.૮૩,૯૮(૨) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય અને ઉપર મુજબના ગુન્હામાં નાસતો ફરતો હોય જેથી પકડી પાડી તલોદ પોલીસ સ્ટેશન ખાતે સોપવા તજવીજ કરેલ આમ છેલ્લા પાંચ માસથી નાસતા-ફરતા આરોપીને પકડવા ઇડર પોલીસને વધુ એક સફળતા મળેલ છે.

સારી કામગીરી કરનાર ટીમ -

પો.ઈન્સ આર.એ.ચૌધરી

પો.સ.ઈ-ડિ.એસ.રાઓલ

અ.પો.કો નિકુલસિહ મહેન્દ્રસીહ બ.નં.૧૨૦૫

અ.પો.કો અજયસિંહ પ્રહલાદસિંહ બ.નં-૯૬૨

અ.પો.કો.હરેન્દ્રસિંહ જીતેન્દ્રસિંહ બ.નં-

આ.પો.કો. જયરાજસિંહ કેસરીસિંહ બ.નં.૫૧૯

આ.પો.કો.જયદીપસિંહ નરેન્દ્રસિંહ બ.નં.૩૪૨

આ.પો.કો હર્દિકકુમાર લાલજીભાઈ બ.નં.૧૦૫૮

(આર.એ.ચૌધરી)

પોલીસ ઇન્સ્પેકટર

ઇડર પોલીસ
📲Get App