🔥 TRENDING ભીખા ભાઈ રબારી દ્વારા વડોદરામાં સ્થાનિ... વડોદરામાં ગાંજાના જથ્થા સાથે એક ઇસમની... શાહપુર વિસ્તારમાં આવેલ સરદારકુંજ સોસાય... વડોદરા એલ.સી.બી. ઝોન-2 દ્વારા ચાર મહિન... India Condemns PoK Election Jharkhand OBC Leaders Threaten Protest...
28 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કડાણા તાલુકાના માલવણ ગ્રામ પંચાયત ના સરપંચ સસ્પેન્ડ
National

કડાણા તાલુકાના માલવણ ગ્રામ પંચાયત ના સરપંચ સસ્પેન્ડ

✍️ Reporter: Burhaan Sibhaai 🗓 28 Jul 2026, 06:48 PM 👁 37
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ માલવણ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ જોસના બેન સોલંકીને આજરોજ મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ દ્વારા તેઓની સરપંચ પદના હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે હા સરપંચ વિરુદ્ધ ગંભીર પ્રકારના આક્ષેપો થતા તેઓની સામે તપાસ કરવા માટે તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી આ તપાસ સમિતિ ના અહેવાલ બાદ તેઓની સામે ગુજરાત પંચાયત અધિનિયમ ની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરી તેઓને સરપંચ પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે આ સરપંચ વિરુદ્ધ સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી વિના બેંકમાં ખાતા ખોલાવવા ઉપરાંત ગ્રામજનો દ્વારા સ્વભંડોળથી બનેલ માર્ગ નો ખર્ચ પંચાયતના ચોપડે ચડાવવા ઉપરાંત પંચાયતના ખાતામાંથી મોટી રકમનો ચેક પોતાના સ્વજનના નામે ઇસ્યુ કરવા જેવી બાબતોને લઈને આક્ષેપો થયેલ હતા તપાસ દરમિયાન આક્ષેપો સાબિત થતાં તેઓને તેમના હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
📲Get App