🔥 TRENDING सूचना अधिकार के तहत निरीक्षण के लिए पह... काशीपुर बना तालाब: भारी बारिश से शहर ज... वकील मनीषभाई ने आंदोलन में बाधा डाल रह... सिल्लोडजवळ एसटी बसचा भीषण अपघात; ब्रेक... Ujjain Police Blame Local Influencers... Rape Rumour Sparks Turmoil at Lovely P...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
થાનગઢના પીપળા ચોકમાં બે આખલા બાખડ્યા: લોકોમાં નાસભાગ , જાનહાનિ ટળી

થાનગઢના પીપળા ચોકમાં બે આખલા બાખડ્યા: લોકોમાં નાસભાગ , જાનહાનિ ટળી

✍️ Reporter: Divyarajbhai khachar 🗓 28 Jul 2026, 01:28 PM 👁 73
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
થાનગઢના પીપળા ચોકમાં બે આખલા બાખડ્યા: લોકોમાં નાસભાગ , જાનહાનિ ટળી
થાનગઢ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.27 જુલાઈ ના સાંજ સમયે થાનગઢના પીપળા ચોક વિસ્તારમાં બે આખલાઓ જાહેરમાં બાખડ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી અને ભયનો માહોલ સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, પીપળા ચોક જેવા ધમધમતા અને વ્યસ્ત વિસ્તારમાં બે આખલાઓ અચાનક લડી પડ્યા હતા. બંને પશુઓ રોડની વચ્ચે જ ઉગ્ર લડાઈ શરૂ કરી દેતા વાહનચાલકો અને રાહદારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી.
આખલાઓના આ આક્રમક સ્વરૂપને જોઈને નજીકના વેપારીઓએ તાત્કાલિક પોતાની દુકાનોના શટર નીચે પાડી દીધા હતા. લોકોએ પણ સુરક્ષિત સ્થળે ખસી જવું પડ્યું હતું, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ટાળી શકાય. સદનસીબે, આ લડાઈ દરમિયાન કોઈ મોટી જાનહાનિ કે ઈજાના સમાચાર નથી.
📲Get App