🔥 ट्रेंडिंग खदान बंद होने से सर्कुलर अर्थव्यवस्था... टाटा केमिकल्स की पहली तिमाही समीक्षा भारत की सेवा पीएमआई चार साल के निम्न स... इशा रिखी ने शादी में परेशानी की पुष्टि... आदर्श कुटुंबम में वेंकटेश दग्गुबाती थिएटर में पटाखे जलाने से चिंता बढ़ी
28 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
છત્રાગમાં મામેરાના પ્રસંગમાં જમવાનું બનાવવા બાબતે થયેલા ઝગડામાં છરીના ઘા મારી હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા

છત્રાગમાં મામેરાના પ્રસંગમાં જમવાનું બનાવવા બાબતે થયેલા ઝગડામાં છરીના ઘા મારી હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 28 जुल. 2026, 08:12 AM 👁 27
છત્રાગમાં મામેરાના પ્રસંગમાં જમવાનું બનાવવા બાબતે થયેલા ઝગડામાં છરીના ઘા મારી હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા

ત્રણ વર્ષ પહેલા પોશીનાના છત્રાગ ગામે મામેરાના પ્રસંગમાં જમવાનું મોડું બનાવવાના મુદ્દે થયેલા ઝગડામાં જમવાનું બનવનારને છરીના ઘા મારી હત્યા કરનાર આરોપીને આજ રોજ ઇડર એડી. સેશન્સ કોર્ટ દ્વારા આજીવન સખત કેદ અને રૂ. 5000ના દંડની સજા ફટકારવામાં આવી છે.

પોશીના પોલીસ સ્ટેશનના તા. 23 સપ્ટેમ્બર 2022ના રોજ પોશીના ના છત્રાગ ગામે મામેરાના પ્રસંગમાં બનેલી ઘટનામાં પોશીનાના બારા ગામના ગોવાભાઈ સવાભાઈ પરમારને જમવાનું બનાવવા માટે બોલાચાલી બાદ ઝગડો થતા રહે. રાજસ્થાનના સિરોહી જિલ્લાના આબુરોડ તાલુકાના સિયાવા ગામના આરોપી ભીખાભાઈ ભારમાભાઈ ડુંગાસીયાએ છરી મારી હત્યા કરી નાખી હતી જેના સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો.જે અંગેનો કેસ આજ રોજ ઇડર એડિશનલ સેસન્સ કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી.

આ અંગેની વિગત એવી છે કે,23 સપ્ટેમ્બર 2022 ની સાંજે પાંચેક વાગ્યાના સુમારે વેલાભાઈ અને અન્ય સાથીદારો જમવાનું બનાવી રહ્યા હતા. તે દરમિયાન આરોપીએ મામેરામાં આવેલા મહેમાન ગોવાભાઈ સવાભાઈ પરમારે કહ્યું હતું કે હજુ સુધી જમવાનું કેમ બનાવ્યું નથી કહી ગાળો આપી હતી. વેલાભાઈએ વિરોધ કરતા આરોપીએ કમરમાં રાખેલી છરી કાઢીને વેલાભાઈના છાતીના જમણા ભાગે ઘા માર્યો હતો, જેમાં તેમનું મોત નીપજ્યું હતું.આ કેસની તપાસ PSI આર.જે. ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી. કેસ કમિટ થયા બાદ આજ રોજ ઇડર એડી. સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. સરકાર તરફે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર નિકેશ એન. બારોટે દલીલો રજૂ કરી હતી.

કોર્ટે પુરાવાઓ અને દલીલોને ધ્યાને લઈને નામદાર જજ એમ.વી. રાધનપુરવાલાએ આરોપી ભીખાભાઈને ભારતીય દંડ સંહિતાની કલમ 302 અને જી.પી. એક્ટ કલમ 135 મુજબનો ગુનો સાબિત ઠરાવી આજીવન સખત કેદ અને રૂ. 5000/- ના દંડની સજાનો હુકમ કર્યો હતો.
📲Get App