🔥 TRENDING Gold Rates in Kerala for 22 and 24 Car... Centre appoints Justice P Sam Koshy as... Telangana Today Examines Retirement Pl... Two New Gecko Species Found in Telanga... Odisha Student Union Election Dates An... Odisha Issues Strict Guidelines, Zero...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર ઓવરબ્રિજ પરથી સર્વિસ રોડ પર કન્ટેનર પલટ્યું,ઓવરબ્રિજનો ડિવાઈડરને નુકશાન,સર્વિસ રોડ બંધ

હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર ઓવરબ્રિજ પરથી સર્વિસ રોડ પર કન્ટેનર પલટ્યું,ઓવરબ્રિજનો ડિવાઈડરને નુકશાન,સર્વિસ રોડ બંધ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 27 Jul 2026, 06:17 PM 👁 86
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર ઓવરબ્રિજ પરથી સર્વિસ રોડ પર કન્ટેનર પલટ્યું,ઓવરબ્રિજનો ડિવાઈડરને નુકશાન,સર્વિસ રોડ બંધ થયો

હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર ઝરમર વરસાદ વચ્ચે આજે સવારે હાજીપુર નજીક ઓવરબ્રિજ પરથી નવીન કાર ભરેલ કન્ટેનર સર્વિસ રોડ પર પલટી જતા સર્વિસ રોડ બંધ થયો હતો અને ઓવરબ્રિના ડિવાઈડરને નુકશાન પહોચ્યું હતું જોકે કોઈ જાનહાની થઇ ન હતી.
આ અંગેની વિગત એવી છે કે,મહેસાણાના બહુચરાજી થી કાર ભરીને ટ્રક કન્ટેનર હિંમતનગર થઈને અમદાવાદ તરફ સોમવારે સવારે જઈ રહ્યું હતું દરમિયાન ઝરમર વરસાદ વચ્ચે હાજીપુર પાસેના ઓવરબ્રિજ પરથી ડિવાઈડર તોડી ટ્રક કન્ટેનર પલટીને સર્વિસ રોડ પર પડ્યું હતું જેને લઈને સર્વિસ રોડ બંધ થયો હતો બીજી તરફ કોઈ જાનહાની થઇ ન હતી.જોકે ઘટનાને લઈને હાઇવે ટ્રાફિકને જાણ થતા સ્થળ પર પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
📲Get App