🔥 TRENDING प्रधानी छोड़ी तो भावुक हुआ बामनीखेड़ा,... ડીસા-પાલનપુર હાઈવે પર ટીવી પેટ્રોલ પંપ... BBC Clinches Four Gold Awards at Venic... Avengers Endgame Re‑Release Holds Stro... Nani’s ‘The Paradise’ Reports Day‑6 Bo... Sidharth Malhotra’s ‘The Vvaan’ Posts...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ડભોઈ નગરપાલિકા ના સેનેટરી વિભાગ દ્વારા ઉઘાડી લુંટ
National

ડભોઈ નગરપાલિકા ના સેનેટરી વિભાગ દ્વારા ઉઘાડી લુંટ

✍️ Reporter: Dharmendrakumar Dhobi 🗓 27 Jul 2026, 05:40 PM 👁 84
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ડભોઈ નગરપાલિકા ના સેનેટરી વિભાગ દ્વારા ઉઘાડી લુંટ બાઈટ ઉપપ્રમુખ નુરમહમદ મહુડાવાલા

સ્લગ
વડોદરા ડભોઇ

ડભોઈ નગરપાલિકા ના સેનટરી વિભાગ ₹ ૨૭૯૧૦૧ ₹ ની ઉધાડી લૂંટ !!



ડભોઈ નગરપાલિકા ના ડ્રેનેજ ના કોન્ટ્રાક્ટર દ્વારા ગત બોર્ડ મા સૌચાલય ના રીપેરીંગ ના બહાને સતા સાથે કોન્ટ્રાક્ટર એ ઉધાડી લૂંટ કરી છે જેનો પર્દાફાશ કોગ્રેસ ના બોર્ડ દ્વારા કરવામાં આવેલ છે
બનાવ ની વિગતો પ્રમાણે ડભોઈ નગરપાલિકા ના ગત બોર્ડ મા ડભોઈ ના રાધે કોમ્પલેક્ષ સામે આવેલ શોચાલય મા નવીની કરણ ના નામે ₹૬૩૧૭૭ /- નુ બિલ બનેલ છે જેમા કોઈ પણ જાત નુ રીપેરીંગ કરવામાં આવેલ નહોવા નુ જણાઈ આવે છે સાથે આ બિલ મા ૧૦૦૦ લીટર ની પાણી ની ટાંકી નવી નાંખી છે એમ દર્શાવેલ છે જે સ્થળ પર દેખાતી નથી એ સાથે શિનોર ચોકડી પાસે આવેલ શોચાલય આવેલ છે ને બહાર થી પ્રથમ નજરે નવીનીકરણ ન કરી હોવાનુ જણાઈ આવે છે આ શોચાલય મા અંગ્રેજી ટબ નાંખવા ના બિલ મુકવામાં આવેલ છે જેમાં ખરેખર કોઈ મરામત ના કરવામાં આવી ના હતી તેમ છતાંય ₹ ૨૦૩૭૫૯ /- નો ખર્ચ બતાવવામાં આવેલ છે એ સાથે ટાવર પાસે આવેલ શૌચાલય મા નવીનીકરણ ના નામે₹ ૧૨૨૬૫ /- નુ બિલ મુકવામાં આવેલ છે ટાવર પાસે આવેલ શૌચાલય મા દરવાજો નથી કંતાન નો પડદો બાંધી એનો વપરાશ થાય છે આ ₹ ૨,૭૦, ૯૦૭ /- નુ બિલ પાસ થયું છે અને પેમેન્ટ કરી દેવામાં આવેલ છે જે બિલ ને મંજૂરી માટે ૩૦/૭/૨૦૨૬ ની સામાન્ય સભામાં આવશે ત્યારે સતા અને વિપક્ષ વચ્ચે ચકમક ઝરશે અને બિલ સંભવતઃ ના મંજૂર થાય તો બિલ પર સહી કરનારા ઓ સામે કાર્યવાહી પણ થઈ શકે છે ડભોઈ નગરપાલિકા ની ગત બોર્ડ ની ઉધાડી લુંટ ચર્ચા ના એરણે છે નગરપાલિકા પટાંગણમાં આવનાર સમય મા બીજા પણ કૌભાંડ નિકળશે ની ચર્ચા એ ચકચાર જગાવી છે !!
📲Get App