🔥 TRENDING India's Net Direct Tax Collection Jump... Chandigarh's Food Icon Raja D King Lau... Vizzie Releases Daily Sugar Market Upd... Rs 17 lakh shop‑sale fraud uncovered i... Bihar to Use GIS Mapping to Trace Wild... Thieves Return ₹20 Lakh Jewellery to V...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના સોનીકંપાના પરેશભાઈ પટેલ પ્રાકૃતિક ખેતીમાં સફળતા મેળવી રહ્યા છે*

*પ્રાકૃતિક ખેતીમાં અનાજ અને શાકભાજીની સફળ ખેતી કરીને અરવલ્લીના ખેડૂતો માટે ઉદાહરણ બની રહ્યા છે*
Agriculture

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના સોનીકંપાના પરેશભાઈ પટેલ પ્રાકૃતિક ખેતીમાં સફળતા મેળવી રહ્યા છે* *પ્રાકૃતિક ખેતીમાં અનાજ અને શાકભાજીની સફળ ખેતી કરીને અરવલ્લીના ખેડૂતો માટે ઉદાહરણ બની રહ્યા છે*

✍️ Reporter: Pandor Sanjaybhai Bhalabhai 🗓 27 Jul 2026, 05:02 PM 👁 58
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અરવલ્લી જિલ્લાના ધનસુરાના સોનીકંપાનાના ખેડૂત પરિવાર પ્રાકૃતિક ખેતી કરીને સફળતા મેળવી રહ્યાં છે. જેમાં તેઓ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો સંપૂર્ણ ત્યાગ કરીને દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર આધારિત જીવામૃત, ઘનજીવામૃત તથા બીજામૃત જેવી કુદરતી તકનીકોનો ઉપયોગ કરી રહ્યા છે. પરેશભાઈ પટેલ અને તેમના પરિવારે છેલ્લા કેટલાક વર્ષોથી પરંપરાગત રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી છે, જેનાથી તેમની જમીનની ફળદ્રુપતા વધી છે, પાકની ગુણવત્તા સુધરી છે અને ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

સોનીકંપા ગામના આ પ્રગતિશીલ ખેડૂત પરિવાર હાલમાં અનાજ અને શાકભાજીની સંયુક્ત ખેતી કરી રહ્યા છે. તેઓ ઘઉં, બાજરી, મકાઈ અને કઠોળ જેવા અનાજની સાથે રીંગણ, ટામેટાં, ભીંડા, ગુવાર, દુધી, કારેલાં અને અન્ય મોસમી શાકભાજીનું ઉત્પાદન કરે છે. પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડવામાં આવેલા આ પાકોમાં રાસાયણિક અવશેષો ન હોવાથી તે વધુ પોષક અને સ્વાસ્થ્યપ્રદ માનવામાં આવે છે. બજારમાં આવા રસાયણમુક્ત ઉત્પાદનોની માંગ વધી રહી છે, જેનાથી પરેશભાઈને વધુ સારા ભાવ મળી રહ્યા છે.

પરેશભાઈ પટેલ જણાવે છે કે, પહેલાં રાસાયણિક ખાતર અને દવાઓ પર વધુ ખર્ચ થતો હતો અને જમીન ધીમે ધીમે નબળી પડતી હતી. પરંતુ પ્રાકૃતિક ખેતી અપનાવ્યા પછી ખર્ચ અડધો થઈ ગયો છે અને ઉત્પાદન પણ સ્થિર તથા ગુણવત્તાવાળું મળી રહ્યું છે. દેશી ગાયોના આધારે તૈયાર થતા જીવામૃતથી જમીનમાં સૂક્ષ્મજીવોની સંખ્યા વધે છે, જે પાકને કુદરતી રીતે પોષણ આપે છે. તેમણે પોતાના ખેતરમાં નાની ગૌશાળા પણ વિકસાવી છે, જેથી ગોબર અને ગૌમૂત્ર સહેલાઈથી મળી રહે છે.આસપાસના ગામોના ખેડૂતો તેમના ખેતરની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ શીખી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં પ્રાકૃતિક ખેતી અપનાવનારા ખેડૂતોની સંખ્યા વધી રહી છે અને પરેશભાઈ પટેલનું ઉદાહરણ અન્યો માટે પ્રેરણારૂપ બની રહ્યું છે. તેઓ કહે છે કે, પ્રાકૃતિક ખેતી માત્ર આવક વધારવાનું માધ્યમ નથી, પરંતુ જમીન, પાણી અને માનવસ્વાસ્થ્યનું રક્ષણ કરવાનો માર્ગ પણ છે.

ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આત્મા પ્રોજેક્ટ અને અન્ય કૃષિ વિભાગો દ્વારા તાલીમ અને માર્ગદર્શન મળી રહ્યું છે.
📲Get App