🔥 TRENDING Gold Rates in Kerala for 22 and 24 Car... Centre appoints Justice P Sam Koshy as... Telangana Today Examines Retirement Pl... Two New Gecko Species Found in Telanga... Odisha Student Union Election Dates An... Odisha Issues Strict Guidelines, Zero...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
માનવતા ચેરીટેબલ ટ્રસ્ટે ગુરુકુલ કિડ્સ સ્કૂલમાં કોમી એકતા માટે અનોખી પહેલ
Local

માનવતા ચેરીટેબલ ટ્રસ્ટે ગુરુકુલ કિડ્સ સ્કૂલમાં કોમી એકતા માટે અનોખી પહેલ

✍️ Reporter: Samir Malek 🗓 27 Jul 2026, 04:38 PM 👁 78
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માનવતા ચેરીટેબલ ટ્રસ્ટે પાડગોલ ખાતે ગુરુકુલ કિડ્સ સ્કૂલમાં હિન્દુ અને મુસ્લિમ વિદ્યાર્થીઓ વચ્ચે કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો.

માનવતા ચેરીટેબલ ટ્રસ્ટે ગુરુકુલ કિડ્સ સ્કૂલ (English Medium), S.B. પટેલ હાઈસ્કૂલ કેમ્પસ, પાડગોલ ખાતે કોમી એકતા અને ભાઈચારાનો અનોખો સંદેશ આપતો વિશેષ કાર્યક્રમ યોજ્યો.

કાર્યક્રમમાં મુસ્લિમ બહેનો હિન્દુ બહેનોના હાથમાં મેંદી મૂકી કોમી એકતા, પરસ્પર સ્નેહ અને સૌહાર્દનો સુંદર સંદેશ આપ્યો, જે ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા.

સ્કૂલના સંચાલકો, આચાર્યશ્રી, શિક્ષકગણ, ટ્રસ્ટના સભ્યો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા, અને વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે માનવતા, પરસ્પર સન્માન, ભાઈચારો અને સામાજિક સૌહાર્દનું મહત્વ સમજાવવામાં આવ્યું.

અંતે સૌએ ધર્મથી ઉપર માનવતા અને પ્રેમનો માર્ગ અપનાવી સમાજમાં શાંતિ, એકતા અને ભાઈચારાનો સંદેશ ફેલાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. “ધર્મ અલગ હોઈ શકે, પરંતુ માનવતા એક જ છે.”
📲Get App