🔥 TRENDING Gold Rates in Kerala for 22 and 24 Car... Centre appoints Justice P Sam Koshy as... Telangana Today Examines Retirement Pl... Two New Gecko Species Found in Telanga... Odisha Student Union Election Dates An... Odisha Issues Strict Guidelines, Zero...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદ વિસ્તારમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પાણી ભરાવાની સમસ્યા

અમદાવાદ વિસ્તારમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પાણી ભરાવાની સમસ્યા

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 26 Jul 2026, 10:14 AM 👁 82
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ વિસ્તારમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પાણી ભરાવાની સમસ્યાને ધ્યાનમાં રાખીને સરસપુર–રખિયાલ વોર્ડના કાઉન્સિલર શ્રી રાજકુમાર રાજપૂત, શ્રી ચિરાગભાઈ ઠાકોર, શ્રીમતી ચંદ્રિકાબેન પટેલ તેમજ સંગઠન ટીમના હોદ્દેદારો સાથે વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું.

સ્થાનિક રહેવાસીઓ સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ અને રજૂઆતો સાંભળી. સ્થળ પર વરસાદી પાણીના નિકાલની કામગીરીનું નિરીક્ષણ કરીને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી.

સાથે જ અસરગ્રસ્ત અને જરૂરિયાતમંદ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. મુશ્કેલીની આ ઘડીમાં દરેક નાગરિક સુધી જરૂરી સહાય પહોંચાડવા અમારી સમગ્ર ટીમ સતત કાર્યરત છે.
📲Get App