मौसम
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વરસાદ પર ઉચ્ચસ્તરીય બેઠક ગોઠવી
ગુજરાતમાં વરસાદને કારણે 42,158 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર, રાહત કામગીરી ત્વરિત કરવામાં આવી.
ગુજરાતમાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉચ્ચસ્તરીય બેઠક ગોઠવી. આ બેઠકમાં તેમણે સમગ્ર રાજ્યમાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરી.
આ બેઠકમાં જણાવવામાં આવ્યું કે સમગ્ર રાજ્યમાં 42,158 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર ઘટતાં રાહત કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, વાવ-થરાદ અને બનાસકાંઠા જિલ્લાઓમાં સાર્વત્રિક વ્યાપક વધુ વરસાદની સંભાવનાઓ છે. આ જિલ્લાઓમાં સ્થાનિક પ્રશાસનની મદદ માટે NDRF અને SDRFની ટીમો મોકલવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીએ વરસાદના પાણી ઉતરે કે તુરત જ સાફ-સફાઈ, આરોગ્ય વિષયક પગલાં અને નુકસાની સર્વે હાથ ધરવાની સૂચનાઓ આપી છે. રાજ્યના જળાશયોમાં 53.14 ટકા જેટલો સંગ્રહિત જથ્થો છે.