🔥 ट्रेंडिंग मिराबाई चानू ने नेतृत्व किया भारत की व... भारी बारिश के कारण पाहरगाम मार्ग पर अम... लावण्या त्रिपाठी ने कुबेरा सिल्क्स की... ओडिशा पुलिस ने 6 क्विंटल गांजा जब्त कि... धर्मेंद्र प्रधान ने इस्तीफा दिया ओडिशा में भारी बारिश का अलर्ट
25 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
થાનગઢમાં ભારે વરસાદને લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા: નગરપાલિકા પ્રમુખે નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી , પાણીના નિકાલ માટે સૂચના આપી

થાનગઢમાં ભારે વરસાદને લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા: નગરપાલિકા પ્રમુખે નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી , પાણીના નિકાલ માટે સૂચના આપી

✍️ रिपोर्टर: Divyarajbhai khachar 🗓 25 जुल. 2026, 12:56 PM 👁 20
થાનગઢમાં ભારે વરસાદને લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા: નગરપાલિકા પ્રમુખે નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી , પાણીના નિકાલ માટે સૂચના આપી
સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું છે. આ ચેતવણીના પગલે થાનગઢ નગરપાલિકા પણ સક્રિય બની છે અને સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આગામી વરસાદી માહોલ અને સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે થાનગઢ નગરપાલિકાના પ્રમુખ પ્રદ્યુમનસિંહ રાણાએ આજે શહેરના વોર્ડ નં. 1, 2, 5 અને 6 સહિતના નીચાણવાળા વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી હતી. તેમણે વર્તમાન સ્થિતિની ગંભીરતાપૂર્વક સમીક્ષા કરી હતી.
નિરીક્ષણ દરમિયાન, પ્રમુખે ચાલુ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી તેવા વિસ્તારોની ખાસ નોંધ લીધી. વરસાદી પાણીનો ઝડપથી અને સંતોષકારક નિકાલ થાય તે માટે સંબંધિત અધિકારીઓ અને નગરપાલિકાના સ્ટાફને સ્થળ પર જ તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચનાઓ આપી.
વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવા અને કોઈપણ કટોકટીમાં ત્વરિત પગલાં ભરવા પણ તાકીદ કરાઈ છે. નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના નાગરિકોને પણ સાવચેત રહેવા, વરસાદ દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવા અને કોઈ સમસ્યા સર્જાય તો ત્વરિત નગરપાલિકાનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
📲Get App