🔥 ट्रेंडिंग एंड्रू प्रांत में सरकारी शिक्षण अस्पता... गुजरात थीमिस बायोसिन के शेयरों में आज... भोपाल: करंट से भाजयुमो नेता की मौत पर... મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત... દમણમાં હત્યાનો ભેદ સુરત ક્રાઈમ બ્રાન્ચ... સુરત: મહાનગરપાલિકાના સ્પોર્ટ્સ કોમ્પલે...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુજરાતમાં 'અંધશ્રદ્ધા' સામે લડતા જયંત પંડ્યાએ વિજ્ઞાન જાથા બંધ કરવાનો નિર્ણય કેમ લીધો?
देश

ગુજરાતમાં 'અંધશ્રદ્ધા' સામે લડતા જયંત પંડ્યાએ વિજ્ઞાન જાથા બંધ કરવાનો નિર્ણય કેમ લીધો?

✍️ Kansagara dipkumar chetanbhai 🗓 30 जून 2026, 11:10 PM 👁 50
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભારત જન વિજ્ઞાન જાથાના ગુજરાત એકમના ચૅરમૅન જયંત પંડ્યાએ 20 જૂને અમુક સમાચાર ચૅનલોને આપેલા ઇન્ટરવ્યૂમાં જાહેરાત કરી કે તેઓ હવે વિજ્ઞાન જાથામાંથી નિવૃત્તિ લઈ રહ્યા છે અને એ બાદ આ સંસ્થા બંધ થઈ જશે.

બીબીસી સાથે વાત કરતા જયંત પંડ્યાએ કહ્યું કે ઉંમરમાં તેઓ સિત્તેર વર્ષની નજીક પહોંચી રહ્યા છે અને તેમની ઉંમર અને માહોલ જોતા તેમણે હવે 'અંધશ્રદ્ધા સામેની તેમની પ્રવૃતિઓ' બંધ કરવાનો નિર્ણય લીધો છે.

જોકે તેઓ ઉમેરે છે કે ફિલ્ડ પર જઈને કથિત પાખંડીઓનો પર્દાફાશ કરવાના કામમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ લોકજાગૃતિનાં કામ કરતા રહેશે.

તેમની આ જાહેરાતના મિશ્ર પ્રત્યાઘાત પડ્યા છે. તેમની જેવી ચળવળ ચલાવનાર રેશનાલિસ્ટ્સ કહે છે કે આવી સંસ્થા બંધ થાય તો ગુજરાત માટે તે શરમજનક ઘટના ગણાય, પરંતુ જયંત પંડ્યાની પ્રવૃત્તિના વિરોધીઓ કહે છે કે તેમણે 'ધાર્મિક કાર્યક્રમોનો વિરોધ' કરવા કરતાં વિજ્ઞાનનો પ્રચાર કરવાનું કામ કર્યું હોત તો વધારે સારું હતું.
📲Get App