🔥 TRENDING India Clinches Series Victory Over Zim... Vijay Varma Denies Posting Viral Reser... Ranbir Kapoor's 'Ramayana' Sparks Buzz... Huma Qureshi Stresses Creative Freedom... India Crush Zimbabwe by 90 Runs in 2nd... India Sets 219/5 Target
26 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાંતલપુરમાં સરપંચ અને તેમની ટીમ દ્વારા પાણી નિકાલની કામગીરી હાથ લેવામાં આવી હતી સંપૂર્ણ રીતે પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો

સાંતલપુરમાં સરપંચ અને તેમની ટીમ દ્વારા પાણી નિકાલની કામગીરી હાથ લેવામાં આવી હતી સંપૂર્ણ રીતે પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો

✍️ Reporter: MEHUL SINH JADEJA 🗓 25 Jul 2026, 10:26 AM 👁 16
સાંતલપુરમાં ભારે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં છેલ્લા 12 કલાકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સાંતલપુર તાલુકામાં 12. ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ગઈકાલ સુધી જ્યાં સમુદ્ર જેવો નજારો જોવા મળતો હતો, ત્યાં આજે પાણીનો નિકાલ કરવા માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી છે.
ગામના સરપંચ અને ટીમ દ્વારા મોટા પ્રમાણમાં પાણીના નિકાલની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. જેના કારણે અનેક વિસ્તારોમાંથી પાણી ઓસરવા લાગ્યું છે. જોકે, શાળાએ જતા માર્ગ પર હજુ પણ પાણી ભરાયેલું હોવાથી નાના બાળકો માટે જોખમ ઊભું થયું છે. રસ્તાની બંને બાજુ ઊંચા ઢાળ અને વચ્ચે ખાડાવાળો માર્ગ હોવાથી અવરજવર દરમિયાન ધ્યાન રાખવુ જોઈએ
હાલમાં પણ પાટણ જિલ્લામાં આગામી 24 કલાક દરમિયાન વરસાદની આગાહી વચ્ચે તંત્ર અને સ્થાનિક લોકો સતર્ક છે. વરસાદ વધુ પડે તો નીચાણવાળા વિસ્તારોમાં ફરી પાણી ભરાવાની શક્યતા હોવાથી તાત્કાલિક પાણીના નિકાલની કામગીરી અને શાળા માર્ગની સુરક્ષા વ્યવસ્થા પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે.
📲Get App