🔥 TRENDING Indian Railways Completes First Intern... Former Bihar Minister Haji Abdul Jalil... EVM glitch stalls mayoral results in J... અમરેલીની મેમણ કોલોનીમાં ૩૪ પરિવારોને ૨... રાજકોટમાં ₹5,000થી વધુની સાયબર ફ્રોડ મ... વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં ગણપતિ...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહંત શ્રી અરવિદગીરી બાપુ ના જણાવ્યા મુજબ શ્રી મોમાઈ માતાજી ના મંદિરે જવાનો માર્ગ હાલ બદ કરી દેવામાં આવ્યો છે

મહંત શ્રી અરવિદગીરી બાપુ ના જણાવ્યા મુજબ શ્રી મોમાઈ માતાજી ના મંદિરે જવાનો માર્ગ હાલ બદ કરી દેવામાં આવ્યો છે

✍️ Reporter: Mehul sinh jadeja 🗓 25 Jul 2026, 10:32 AM 👁 48
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહંત શ્રી અરવિદગીરી બાપુ એ જણાવ્યા મુજબ હાલ આંતરણેશ મોમાઈ માતાજી ના મંદિરે જવાનો માર્ગ બ્લોક,કરી દેવામાં આવ્યો સે દઈગામડાથી જવાનો રસ્તો પાણીમાં ગરકાવ
પાટણ:છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદના કારણે ધાર્મિક સ્થળોની મુલાકાતે પણ અસર થઈ છે.
પાટણ જિલ્લાના પ્રસિદ્ધ આંતરણેશ શ્રી મોમાઈ માંતા જી ના મંદિરે જવાનો મુખ્ય માર્ગ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. દઈગામડા તરફથી મંદિરે જવાનો રસ્તો ભારે વરસાદના કારણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રસ્તા પર 2 થી 3 ફૂટ સુધી પાણી ભરાયા છે.
વરસાદના કારણે નાળા ઓવરફ્લો થતા વાહનોની અવર-જવર સંપૂર્ણપણે બંધ છે. જેના કારણે દર્શન માટે જતા ભાવિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિક તંત્ર દ્વારા રસ્તા પર બેરિકેડ લગાવીને લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. પાણીનો નિકાલ થયા બાદ જ રસ્તો ખુલ્લો કરવામાં આવશે તેવું તંત્રનું કહેવું છે.
મંદિરે જતા પહેલા ભાવિકોને તંત્રનો સંપર્ક કરીને રસ્તાની સ્થિતિની જાણકારી મેળવવા વિનંતી કરવામાં આવી છે.
📲Get App