🔥 TRENDING Jharkhand Accelerates Dhalbhumgarh Air... New Mining Law Cuts Jharkhand’s Funds,... Virat Kohli targets to extend ODI run... Avalanche Token Hits Six-Month High Af... India Reaffirms Commitment to Two-Stat... વીરપુર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નશામુક્ત ભારતનાં સંકલ્પ સાથે
National

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નશામુક્ત ભારતનાં સંકલ્પ સાથે

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 02 Aug 2026, 04:02 PM 👁 81
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નશામુક્ત ભારતનાં સંકલ્પ સાથે ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન’નો વર્ચ્યુઅલ માધ્યમથી દેશવ્યાપી શુભારંભ કરાવ્યો હતો, જેના ભાગરૂપે ગાંધીનગર ખાતે આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

માનનીય વડાપ્રધાનશ્રીએ ગુજરાત સહિત સમગ્ર દેશના યુવાઓને 'નશા મુક્ત ભારત' બનાવવા માટે પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું.

માનનીય રાજ્યપાલશ્રી તથા મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે દેશને નશામુક્ત બનાવવાના સંકલ્પ માટે યુવાનો સાથે મનનીય સંવાદ કરીને યુવા પેઢીને વિકસિત ભારતના સંકલ્પ માટે નશામુક્ત ભારતના નિર્માણ માટે પ્રેરિત કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ સ્વને બદલે સમગ્ર દેશને કેન્દ્રમાં રાખી 'નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન'ને ગુજરાતમાં એક જનઆંદોલન બનાવવા માટે સંદેશ આપ્યો હતો.

મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ દરમિયાન તમામ યુવાનોને 'નશા મુક્ત યુવા - વિકસિત ભારત સંકલ્પ' માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
📲Get App