🔥 ट्रेंडिंग ભાદરવી પૂનમ મેળાના સફળ આયોજન બદલ બનાસક... મહુવા સુગર મિલની ચૂંટણી: ભાજપ સામે ભાજ... અંબાજી મેળામાં સ્વચ્છતા અને પરિવહન સેવ... સુરતમાં યાર્નના ભાવવધારા સામે વીવર્સની... સુરતમાં તેરે નામ ચોકડી પાસે ટેમ્પોચાલક... एनटीआर जूनियर ने 'ड्रैगन' फिल्म की शूट...
27 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદ: યુવા શૂટર હેતાંશી કંથારિયાએ રાજ્ય કક્ષાએ શાનદાર સિદ્ધિ મેળવી
खेल

અમદાવાદ: યુવા શૂટર હેતાંશી કંથારિયાએ રાજ્ય કક્ષાએ શાનદાર સિદ્ધિ મેળવી

✍️ रिपोर्टर: Mukesh Giri 🗓 24 जुल. 2026, 07:34 AM 👁 134
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

યુવા શૂટર હેતાંશી કંથારિયાએ 62મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપ–2026માં શાનદાર પ્રદર્શન કર્યું. તેણીએ કુલ 3 ગોલ્ડ અને 3 સિલ્વર મેડલ જીતી રાજ્ય કક્ષાએ નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે.

અમદાવાદ: ADRAની પ્રતિભાશાળી શૂટર હેતાંશી કલ્પેશકુમાર કંથારિયાએ 62મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપ–2026માં યોજાયેલી 10 મીટર એર રાઇફલ (વુમન યુથ) સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

હેતાંશીએ 400માંથી 380 સ્કોર નોંધાવી સ્પર્ધામાં કુલ 3 ગોલ્ડ અને 3 સિલ્વર મેડલ જીતી રાજ્ય કક્ષાએ નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે.

હેતાંશીની આ સફળતા બદલ તેમના પરિવારજનો, કોચ તથા ADRA પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. તેમની આ સિદ્ધિ અન્ય યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની છે.
📲Get App