🔥 TRENDING ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મ... થાઈલેન્ડના શહેરને ભારે વરસાદે જળબંબાકા... Haryana Roadways bus collides with mot... Chhattisgarh Village Renames Itself fr... Chhattisgarh Boys Triumph Over Telanga... Minister Raghav Chadha applauds launch...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અકોટી ગામમાં આજે ફરી એકવાર કદાવર દીપડો વન વિભાગ દ્વારા ગોઠવાયેલા પાંજરામાં પુરાયો
Defence

અકોટી ગામમાં આજે ફરી એકવાર કદાવર દીપડો વન વિભાગ દ્વારા ગોઠવાયેલા પાંજરામાં પુરાયો

✍️ Reporter: Patel Manishkumar Naranbhai 🗓 22 Jul 2026, 01:43 PM 👁 80
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અકોટી ગામમાં આજે ફરી એકવાર કદાવર દીપડો વન વિભાગ દ્વારા ગોઠવાયેલા પાંજરામાં પુરાયો

અકોટી ગામમાં આજે ફરી એકવાર કદાવર દીપડો વન વિભાગ દ્વારા ગોઠવાયેલા પાંજરામાં પુરાયો હતો.છેલ્લા કેટલાક દિવસોથી ગામમાં દીપડાની અવરજવર વધતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો.આશરે 20 દિવસ પહેલા ગામમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં દીપડો શેરીના કૂતરાનો શિકાર કરતો નજરે ચડ્યો હતો. ત્યારબાદ ગ્રામજનોની રજૂઆતને પગલે વન વિભાગે પાંજરુ ગોઠવ્યું હતું.જેમાં એક દીપડો પાંજરે પુરાયો હતો.પરંતુ છેલ્લા એક - બે દિવસથી ફરી દીપડાની અવરજવરના અહેવાલો મળતા વન વિભાગે બીજી વખત ગામના નાકે આવેલી આંબાની વાડી ખાતે પાંજરુ ગોઠવ્યું હતું. આ જ વાડીમાં મજૂર પરિવારો રહેતા હોવાથી તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વન વિભાગે સતત દેખરેખ રાખી હતી. લગભગ 10 દિવસ બાદ આજે સવારે એક કદાવર દીપડો પાંજરામાં પુરાતા ગ્રામજનો તેમજ મજૂર પરિવારોમાં રાહતની લાગણી ફેલાઈ હતી.વન વિભાગે દીપડાને સુરક્ષિત રીતે કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App