🔥 TRENDING मदरकल गांव के अंबामठ में पूर्णिमा के अ... અમદાવાદ: પ્રેમ લગ્ન બાદ પરિણીતાએ માતાજ... Hart etek thi mot polis இருளில் ஓதியம்பட்டு ஐஓசி சாலை રાજ્યમાં ઓટો રિક્ષા ભાડામાં વધારાને મં... અંકલેશ્વરમાં ગૌવંશ કતલ રેકેટનો પર્દાફા...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનની માનવતાવાદી કામગીરી: આફ્રિકા સુધી મધ્યસ્થી કરીને કમાણીના રૂ. ૧૦ લાખ પાછા અપાવ્યા, પંથકમાં પ્રશંસા
Defence

મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનની માનવતાવાદી કામગીરી: આફ્રિકા સુધી મધ્યસ્થી કરીને કમાણીના રૂ. ૧૦ લાખ પાછા અપાવ્યા, પંથકમાં પ્રશંસા

✍️ Reporter: Naqvi Mehendi Hasan 🗓 22 Jul 2026, 12:24 AM 👁 211
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પોલીસતંત્રનો આભાર વ્યક્ત કરાયો ​પોતાની પરસેવાની કમાણી સુરક્ષિત રીતે પરત મળતા અરજદાર ઝાકીરહુશેન નકવીએ ભાવુક બનીને ભાવનગર જિલ્લા પોલીસ વડા શ્રી નિતેશ પાંડે (IPS), ડી.વાય.એસ.પી. શ્રીમતી રીમા ઝાલા તથા મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. શ્રી ઝાલા સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

મહુવા :
ભાવનગર જિલ્લા પોલીસ અને મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશને 'તેરા તુજકો અર્પણ'ના સૂત્રને સાર્થક કરતી એક ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરી બતાવી છે. આફ્રિકા ખંડના લુબુમ્બાસી ખાતે ફસાયેલી પોતાની પુત્રવધૂને છોડાવવાના નામે રૂ. ૧૦ લાખ ગુમાવી બેઠેલા મોટા મોભીયાણા ગામના અરજદારને પોલીસે વિદેશમાં વસતા ગુજરાતીઓના સંપર્કથી પૂરેપૂરી રકમ પરત અપાવવામાં સફળતા મેળવી છે.
​ઘટનાની વિગતવાર માહિતી
​મોટા મોભીયાણા ગામના રહીશ ઝાકીરહુસૈન રાજનઅલી નકવીએ પોતાની પુત્રવધૂને વિદેશમાં (આફ્રિકાના લુબુમ્બાસી ખાતેથી) મુક્ત કરાવવા માટે પોતાના સગા-સંબંધીઓ પાસેથી મોટી રકમ ઉછીની લીધી હતી. તેમણે પોતાના એક ઓળખીતા મારફતે રૂ. ૧૦,૦૦૦,૦૦/- (દશ લાખ) આપ્યા હતા. પરંતુ આ નાણાં વિદેશમાં સંબંધિત જગ્યાએ પહોંચ્યા ન હોવાથી, પોતાની મહેનતની રકમ પરત મેળવવા માટે અરજદારે મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો.
​પોલીસની ત્વરિત અને તટસ્થ કામગીરી
​મામલાની ગંભીરતાને ધ્યાને લઈને મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. શ્રી ઝાલા સાહેબે તાત્કાલિક ધોરણે તટસ્થ તપાસ હાથ ધરી હતી. તેમણે આફ્રિકા ખંડના લુબુમ્બાસી ખાતે રહેતા ગુજરાતી સમુદાયના લોકો સાથે સંપર્ક સાધી બંને પક્ષકારો વચ્ચે મધ્યસ્થી કરી હતી. પોલીસની ઝડપી, સચોટ અને મુત્સદ્દીગીરીભરી કામગીરીના પરિણામે સામેના પક્ષ તરફથી પૂરેપૂરા રૂ. ૧૦ લાખ પરત કરવામાં આવ્યા હતા.
​પોલીસતંત્રનો આભાર વ્યક્ત કરાયો
​પોતાની પરસેવાની કમાણી સુરક્ષિત રીતે પરત મળતા અરજદાર ઝાકીરહુશેન નકવીએ ભાવુક બનીને ભાવનગર જિલ્લા પોલીસ વડા શ્રી નિતેશ પાંડે (IPS), ડી.વાય.એસ.પી.શ્રીમતી રીમાબા ઝાલા તથા મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. શ્રી ઝાલા સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
​જનતામાં વધ્યો પોલીસ પ્રત્યેનો વિશ્વાસ
મહુવા ગ્રામ્ય પોલીસની આ સરહદપારની સફળ મધ્યસ્થી અને ત્વરિત કામગીરીને લઈને સમગ્ર પંથકમાં પોલીસ વિંગની ભારે પ્રશંસા થઈ રહી છે. આ ઘટનાથી સામાન્ય નાગરિકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત અને ગાઢ બન્યો છે.
📲Get App